દિવાળી તહેવારને ભારતમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. ભારતમાં દિવાળી પર ખરીદવાનો ટ્રેન્ડ છે. તેમાં પણ કારની ખરીદી લોકો દિવાળીમાં ખરીદી કરતા હોય છે. કાર નિર્માતા કંપનીઓ પણ દિવાળી દરમિયાન પોતાના ગ્રાહકોને સારી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરતી હોય છે. આવો જાણીએ એ પાંચ કાર અંગે જે સૌથી સારા ડિસ્કાઉન્ટ સાથે આ દિવાળીમાં ખરીદી કરી શકશો.
રેનૉ ડસ્ટર
રેનૉ ડસ્ટર આ ફેસ્ટિવ સીઝનમાં 2.4 લાખ રૂપિયાના ભારે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરી શકો છો. જેમાં 50 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ સિવાય એક્સચેન્જ બોનસ, લોયલ્ટી ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
રેનૉ ટ્રાઇબર
આ કાર પર ફેસ્ટિવ સીઝન પર બચત કરી શકાશે. તે સિવાય 25 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. તમામ ડીલ્સ મળીને આ કાર પર કુલ સવા લાખ રૂપિયા સુધીની બચત કરી શકશો.
રેનૉ કાઇગર
રેનૉની આ કાર પર 95 હજાર રૂપિયાનું લોયલ્ટી બોનસ મળી રહ્યું છે. તે સિવાય કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ 10 હજાર મળશે. કુલ મળીને 1.05 લાખ રૂપિયાના ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશો.
રેનૉ ક્વિડ
નાની કાર પસંદ કરનારા ગ્રાહકો વચ્ચે આ કાર ખૂબ લોકપ્રિય છે. જો દિવાળી પણ આ કાર ખરીદવા માંગતા હોવ તો 1.05 લાખ રૂપિયા સુધીની બચત કરી શકશો.
નિસાન કિક્સ
નિસાન કિક્સને જો તમે દિવાળી પર ઘરે લાવવા માંગો છો તો આ તમારા માટે સારી તક છે. આ કારની ખરીદી પર તમને કુલ એક લાખ રૂપિયા સુધીની બચત કરી શકશો અને પોતાની દિવાળી સુધારી શકો છો.