spot_img

અગ્નિવીર વિવાદ વચ્ચે બધા ગુજરાતીઓને ગર્વ અપાવે તેવું કામ આ ગુજરાતી યુવાને કર્યુ

દેશમાં અગ્નિવીર સ્કિમનો વિરોધ થઈ રહ્યો છે. ઘણાં એવા રાજ્યો છે જ્યાં યુવાનો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. સરકારી કર્મચારીઓ અને પોલીસ સાથે યુવાનોનું ઘર્ષણ પણ થયુ છે. યુવાનોની માંગ છે કે સ્કિમને સરકાર પરત ખેંચે અને પહેલાંની જેમ જ ભરતી પ્રક્રિયાઓ રાખે. પરંતુ આજે સેનાની ત્રણે પાંખો દ્વારા સ્પષ્ટતા કરી દેવાઈ છે કે સ્કિમ પરત ખેંચવામાં નહી આવે અને આગામી સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આટલા મોટા વિવાદ વચ્ચે ગુજરાતના એક યુવાન અદ્ભુત માંગ સાથે આગળ આવ્યો છે. જેને સરકારને પોતાના લોહીથી પત્ર લખ્યો છે. અને કહ્યુ છે કે તે 17 વર્ષ સુધી સેનામાં કોઈપણ પ્રકારના વેતન સિવાય કામ કરવા માટે તૈયાર છે.

દિપક ડાંગર આહિર નામના યુવાને પોતાના લોહીથી દેશના રક્ષઆ મંત્રીને પત્ર લખ્યો છે. 22 વર્ષિય યુવાને પત્રમાં લખ્યુ છે કે સરકાર શ્રી આપે વર્તમાન સમયમાં 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનોને 4 વર્ષ સુધી સેનામા નોકરી આપવા માટે નિર્ણય લીધો છે. હું 22 વર્ષિય દિપક ડાંગર આહિર આપને વિનંતી કરુ છુ કેહું ભારતીય સેનામાં 17 વર્ષ સુધી કોઈપણ પ્રકારના વેતન વગર કામ કરવા માટે તૈયાર છુ. અને મારો લોહીથી લખેલો પત્ર આપને પ્રાર્થના સ્વરૂપે મોકલી રહ્યો છુ. ઉલ્લેખનીય છે કે દિપક ડાંગરનો પત્ર હજુ સુધી રક્ષા મંત્રી પાસે પહોંચ્યો કે નથી તે ખ્યાલ નથી પરંતુ એક ગુજરાતી યુવાન દ્વારા આ પ્રકારે દેશ માટે કરવામાં આવેલી જાહેરાત એક ગુજરાતી તરીકે સૌને ગર્વ અપાવે તેવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles