દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) બુધવારે પોતાનો 84 મો (Birthday) જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. (Celebrate)જો કે આ સેલિબ્રેશનમાં કોઈ મોટી મોટી વ્યક્તિ નહોતી ફક્ત રતન ટાટા અને એક બાળક હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો સાબિત કરે છે કે રતન ટાટા પોતાનું જીવન કેટલું સાદા જીવે છે.વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોતાના બર્થ ડે સેલિબ્રેશનમાં લોકો મોંઘીદાટ કેક કાપતા હોય છે. પરંતુ રતન ટાટાએ એક બાઉલમાં બે મીણબત્તીને ફૂંક મારીને પોતાના જન્મદિવસ દિવસને યાદગાર બનાવ્યો. મજાની વાત એ છે કે રતન ટાટા સાથે આ સેલિબ્રેશનમાં બીજા કોઈ દિગ્ગજ લોકો ન હતા. રતન ટાટા સાથે ફક્ત એક નાનો છોકરો હતો.
સાદગી.... @RNTata2000 pic.twitter.com/it1eaEXMlR
— Raksha Pandya (@rakshapandya01) December 30, 2021
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં ગુજરાતના સુરત શહેરમાં થયો હતો રતન ટાટા નવલ ટાટાના દીકરા છે. જેમને નવજબાઈ ટાટાએ પોતાના પતિ રતનજી ટાટાના મૃત્યુ બાદ ગોદ લીધા હતા. રતન ટાટાને શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું
1991 થી લઈને 2012 સુધી રતન ટાટા ટાટા ગ્રૂપના અધ્યક્ષ રહ્યા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ ટાટા ગ્રૂપના અધ્યક્ષ પદેથી તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ અત્યારે પણ તેઓ ટાટા ગ્રૂપના ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટાટા ગ્રૂપના અધ્યક્ષ પદે જ્યાર સુધી રહ્યા ત્યાં સુધી તેમણે ટાટા ગ્રુપની તમામ કંપનીઓને નવી ઊંચાઈ સુધી પહોંચાડી
આપને જણાવી દેવા માંગીએ છીએ કે રતન ટાટાનો પરિવાર સામાજિક અને ધાર્મિક કાર્યોમાં પહેલી હરોળમાં હોય છે રતન ટાટાએ ગરીબો અને જરૂરતમંદોને મદદ કરવામાં ક્યારે પણ પાણી નથી કરી કોરોના મહામારીમાં પણ પીએમ કેર ફંડમાં પણ 500 કરોડો રૂપિયાનું દાન રતન ટાટાએ કર્યું હતું