ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચમાં આફ્રિકાએ જીત લીધી. હાર સાથે ટીમ ઈન્ડિયાનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ પૂરૂ થઈ ગયુ. દક્ષિણ આફ્રિકાએ આ ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી છે. ભારત અને આફ્રિકાની રોમાંચક શ્રેણીમાં એક ખાસ વાત એ હતી કે પ્રોટીયાએ સદી ફટકાર્યા વિના જ શ્રેણી જીતી લીધી હતી, જ્યારે બે ભારતીય બેટ્સમેનોની સદી છતાં ટીમ ઈન્ડિયાને શ્રેણી ગુમાવવી પડી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ચોથી વખત આવું બન્યું છે.
ક્યારે ક્યારે આવી સ્થિતિ સર્જાઈ ?
ENG vs IND 1971
1971ની સાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં પહેલી વખત આવું પરિણામ આવ્યું હતુ. ઈંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણીમાં પ્રથમ 2 ટેસ્ટ ડ્રો રહી હતી અને ભારતે ત્રીજી ટેસ્ટ 4 વિકેટે જીતીને શ્રેણી જીતી લીધી હતી. આ શ્રેણીમાં ભારત તરફથી કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યા નહોતા, પરંતુ બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના 2 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. તેમ છતાં ભારત જીતી ગયુ હતુ.
WI vs AUS,2009
2009માં વેસ્ટ ઈન્ડિઝ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ-મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ આ જ સ્થિતિ બની હતી. સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝે 4 સદી ફટકારી હતી પરંતુ ઑસ્ટ્રેલિયાએ સદી વિના આ સિરીઝ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરેલું મેદાન પર 2-0થી શ્રેણી જીતી હતી.
ZIM vs SL, 2017
ચાર વર્ષ પહેલાં શ્રીલંકા-ઝિમ્બાબ્વે વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં પણ આવું જ જોવા મળ્યું હતું. આ શ્રેણીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ હતી. આમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ 2 સદી ફટકારી હતી પરંતુ શ્રીલંકાએ મેચ જીતી લીધી હતી.
IND vs SA, 2021-22
તાજેતરમાં સમાપ્ત થયેલ ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં, ટીમ ઈન્ડિયા 2 સદી ફટકારવા છતાં શ્રેણી હારી ગઈ હતી. ભારત તરફથી ઋષભ પંત અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાએ કોઈપણ બેટ્સમેન સદી ફટકાર્યા વિના 2-1થી શ્રેણી જીતી લીધી હતી.