વડોદરાઃ વડોદરામાં ગુજરાતની પ્રથમ વિમાન હોટલ શરૂ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર વડોદરાના નેશનલ હાઇવે 48 પર હાઈ ફ્લાય હોટેલ શરૂ કરવામાં આવી છે. કપુરાઇથી ધનિયાવી ચોકડી વચ્ચે વિમાનમાં હોટલ બનાવવામાં આવી છે. જેમાં 102 લોકો બેસીને ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
વિમાન હોટલ બનાવવામાં આવી હોય તેવી આ વિશ્વની નવમી હોટલ છે જ્યારે ભારતની આ ચોથી વિમાન હોટલ છે. જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર વિમાનમાં હોટલ શરૂ કરવામા આવી છે. હોટલ મેહમુદ મુખી નામની વ્યક્તિએ શરૂ કરી છે.
વિમાન હોટલની વાત કરવામાં આવે તો હોટલમાં પ્રવેશવા માટે બોડિંગ પાસ ઇશ્યુ કરાશે. ત્યારબાદ એરોબ્રિજ મારફતે હોટલમાં પ્રવેશ કરી શકાશે. વિમાન હોટલમાં તમે જ્યારે પ્રવેશો ત્યારે એર હોસ્ટેસ તમારુ સ્વાગત કરશે.