સામાન્ય રીતે સોશ્યલ મીડિયામાં અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. એમાં પણ જો કોમેડિ વીડિયો હોય તો લોકો હોંશે હોંશે એકબીજાને શેર કરતાં હોય છે. પરંતુ ગુજરાતના એક જિલ્લાના બાળકનો વીડિયો એવા કારણથી વાયરલ થયો છે. જેને લઈને કદાચ આપ પણ ચોંકી જશો. જી હાં એક એવો બાળક જે પોતાના આખા શરીરને દોરીની જેમ વાળી શકે છે. ફક્ત સાત વર્ષનો બાળક એવા યોગાઅભ્યાસ કરે છે જેનાથી અત્યારે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો છે.
રૂમમાં ટોયલેટ માટે ખાડો ખોદી પત્નિને 4 વર્ષ બંધ રાખી કારણ જાણી ચોંકી ઉઠશો
વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના વિરાજ બેલાની જે અત્યારે સોશ્યલ મીડિયામાં ધુમ મચાવે છે. વિરાજ તાલુકાની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેની યોગ પ્રત્યે ખાસ લગાવ છે. યોગ પ્રત્યેના લગાવના કારણે વિરજને ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં પહેલો ક્રમાંક મેળવ્યો હતો. વિરાજ રોજે રોજ 1 કલાક સુધી યોગાઅભ્યાસ કરે છે. તેના નિત્યક્રમ પ્રમાણે તેને જ્યાં સ્થાન મળે ત્યાં યોગા અભ્યાસ શરૂ કરી દે છે.
Ben Stokesએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતિ, સાઉથ આફ્રિકા સામે રમશે અંતિમ મેચ
વિરાજની યોગ પ્રત્યે એટલી લાગણી છે જે તેના શરીરના અંગો પણ સાબિતી આપે છે. તેના શરીરનું કોઈપણ અંગ રબરની જેમ વળી શકે છે. જેના કારણે વિરાજ આટલી નાની ઉંમરે કોઈપણ યોગ કરી શકે છે. વિરાજને યોગા કરતા જોઈએ એટલે સો ટકા આપણા પરસેવા છુટી જાય. વિરાજને યોગ કરતાં જોઈએ એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવ્યો હતો અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જોત જોતામાં વીડિયો એટલો વાયરલ થયો કે વિરાજે પોતાની યુટ્યુબ ચેનલ બનાવીને અન્ય લોકોને યોગ શિખવવાનું શરૂ કરી દીધુ છે.