કોઈપણ વ્યક્તિનો આત્મવિશ્વાસ તેને દરેક અવરોધો પાર કરી દેવામાં મદદ કરે છે, અને એ જ મહેનતુ લોકો નવો ઈતિહાસ લખે છે. જેનુ તાજુ ઉદહારણ અમેરીકામાં રહેતા પોલ એલેકજેન્ડર છે, જેમને 60 વર્ષ સુધી એક જ મશીનમાં રહીને વકીલાતનો અભ્યાસ પણ કર્યો અને એક પુસ્તક પણ લખી દીધુ.
અમેરીકામાં રહેનાર પોલ એલેકઝેન્ડરનુ આ પુસ્તક આખી દુનિયામાં અત્યારે ધુમ મચાવે છે. જો કે પોલ શારીરિક રીતે સ્વસ્થ નથી. પોલ છેલ્લા 60 વર્ષોથી એક ટેંકમાં બંધ છે, ટેંક જ પોલનો જીવતા રહેવાનો એક રસ્તો છે, અને પોલ પોતાની જાતને જીવીત રાખવા માટે આખો દિવસ અને મહિનાઓ ટેંકમાં પોતાની જાતને બંધ કરી રાખે છે.
જો કે પોલની આ સ્થિતિ પર મીડિયા રીપોર્ટ એવા છે કે બાળપણમાં પોલને 6 વર્ષની ઉંમરમાં પોલીસયોનો એટેક આવ્યો હતો અટેક બાદ તેમના જીવનમાં સમસ્યાઓ તો થઈ હતી પરંતુ એક દિવસ મિત્રો સાથે રમતા રમતા તેમને ઈજા થઈ જવાથી તેઓ સંપૂર્ણ પણે અન્ય વ્યક્તિ પણ નિર્ભર થઈ ગયા, વકીલાતની પ્રેક્ટિસ કરતાં સમયે 1952ની સાલથી તેમને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી જેના કારણે તેમને ડોક્ટર્સે શ્વાસ લેવા માટે મશીનનો ઉપયોગ કરવાની સલાહ આપી અને બસ પછી તો તેઓ 60 વર્ષથી આ ડોમમાં બંધ છે આજ મશીનમાં રહીને તેમણે પોતાનું ભણતર અને પૂર્ણ કર્યુ અને પુસ્તક લખવાની કામગીરી પણ પૂર્ણ કરી.
પોલ પોતાની આ સ્થિતિ હોવા છતાં આટલી મહેનતથી આગળ આવ્યા એટલે તેઓ અન્ય લોકોને મોટિવેશન આપવા માંગતા હતા પણ તેમને ખ્યાલ નહોતો આવતો કે મશીનમાં બંધ રહીને કરી રીતે તેઓ લોકોને મોટિવેશન આપી શકશે એટલે પોલે પુસ્તક લખવાની શરૂઆત કરી જે અત્યારે અમેરીકા સહિત અન્ય દેશોમાં પણ ધુમ મચાવે છે. આ પુસ્તક તેમણે પ્લાસ્ટીકની સ્ટિકથી લખી છે, 8 વર્ષો સુધી તેમણે કમ્યુટરના કી બોર્ડ પર પ્લાસ્ટિકની સ્ટીક દબાવીને આખી પુસ્તક લખી તે જ દર્શાવે છે કે તેમનો આત્મવિશ્વાસ કેટલો દ્રઢ છે, અને એ જ આત્મવિશ્વાસ આજે દુનિયામાં તેમનુ નામ બનાવી દીધુ છે.