દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક HDFCની શરૂઆત આજથી લગભગ 26 વર્ષ અગાઉ ઓગસ્ટ 1994માં થઇ હતી. આ બેન્કે ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં અપાર સફળતા હાંસલ કરી છે અને રોકાણકારોને સારુ રિફંડ આપ્યું છે.
HDFC બેન્કનો શેરની કિંમત હાલમાં 1700 રૂપિયાની આસપાસ છે. આર્થિક સલાહકારો લોન્ગ ટર્મ રોકાણકારોને આ બેન્કનો શેર પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરવાની સલાહ આપે છે. HDFC બેન્ક 19 મે 1995ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઇ હતી. ત્યારબાદ આ શેરની કિંમતમાં ઘટાડો થયો નથી. 15 ઓક્ટોબર 1999માં બેન્કના શેરની કિંમત 9.82 રૂપિયા હતી. છેલ્લા 22 વર્ષમાં HDFC બેન્કના શેરોએ લગભગ 17000 ટકા રિટર્ન આપ્યું છે. આ રીતે જોઇએ તો 1999માં કોઇએ HDFC બેન્કના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો હાલમાં તેની વેલ્યૂ વધીને 1.70 કરોડ રૂપિયા હોત. સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક ગાળામાં બેન્કની આવક વધીને 41,436.36 કરોડ પર પહોંચી ગઇ છે.