spot_img

10 ના સિક્કા લઈને આ શખ્સ કાર ખરીદવા પહોંચી ગયો પણ કારણ જાણશો તો ચોંકી ઉઠશો

આજકાલ એવો સમય ચાલી રહ્યો છે જ્યાં 10 સિક્કા કોઈ વેપારી કે દુકાનદાર લેતા ખચકાટ અનુંભવે છે. કારણ કે 10 સિક્કા ખિસ્સામાંથી પડી જવાની ઘટના થાય છે અને જો પર્સમાં મુકે તો પર્સ ફાટી જવાની સમસ્યા સર્જાય છે. જો કે આજે એવી ધટના સામે આવી છે જેનાથી આપ અચંબિત રહી જશો. તામિલનાડુનો એક વ્યક્તિ આખો થેલો ભરીને 10ના સિક્કા લઈને એક કારના શો રૂમમાં પહોચી ગયો અને કાર ખરીદી.

જીહાં ઘટના સાચી છે અને ઘટના તામિલનાડુની છે. ઘટના ઘડી છે તે વ્યક્તિનું નામ છે વેત્રિવેલ. આમ તો કાર લેવા જઈએ તો આપણે કેશમાં નોટ અથવા તો બેંકનો ચેક આપીએ છીએ. પરંતુ તામિલનાડુના વેત્રિવેલી નામના વ્યક્તિ બેંક ચેક પણ નહી અને રોકડા પણ નહી. 10 10 ના સિક્કા ભરીને આવ્યો. વેત્રિવેલનેઆ પ્રકારે કરવાનું કારણ પૂછવામાં આવ્યુ તો તેને વિગતે માહિતી આપી. અને આવું કરવાનું કારણ પણ જણાવ્યુ

વેત્રિવેલીએ તામિલનાડુમાં મેડિકલ સ્ટોર ચલાવે છે. તેની માતાની પણ એક નાની દુકામ ચાલે છે. જેટલા પણ લોકો આમની દુકાન પર જાય છે. તેઓ રૂપિયા 10ના સિક્કાઓ લઈને જાય છે. છેલ્લા ઘણાં સમયથી આવું થવા 10 સિક્કાઓની સંખ્યા તેની દુકાનમાં વધી ગઈ હતી. સંખ્યા વધી જતાં વેત્રિવેલ બેંકમાં સિક્કાના સ્થાને નોટ લેવા માટે પહોંચ્યા પરંતુ બેંકના કર્મીઓએ આટલા બધા સિક્કા લેવાનો ઈન્કાર કરી કાઢ્યો હતો. બેંકે સિક્કા ન લેવાનું કારણ જણાવ્યુ કારણ એ હતુ કે બેંક પાસે આટલા સિક્કા ગણવા માટે લોકો ન હોતા. વેત્રિવેલના દાવા પ્રમાણે તેની પાસે રૂ.6 લાખના સિક્કા એકઠા થયા હતા. બેકે પણ હાથ ઉંચા કરી દેતા ન છુટકે તેને થેલો ભરીને કાર ખરીદવા માટે પહોંચી ગયો હતો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles