પોતાના જીવનમાં બચતનું ઘણું જ મહત્વ હોય છે, લોકો જીવનની પૂંજી પાછલા જીવનમાં કામ આવે એની માટે સિક્યોર રીતે બચત કરતા હોય છે. એની માટે હાલમાં અનેક ઓપ્શન છે જેમાં તમે રોકાણ કરીને બચત કરી શકો છો. ત્યારે પોસ્ટઓફિસમાં રોકણ કરવાથી ઘણો જ ફાયદો મળી શકે છે. ત્યારે પોસ્ટ ઓફિસની યોજનાઓ એવા લોકો માટે છે જેઓ ઓછા જોખમ સાથે નફો ઈચ્છે છે. પોસ્ટ ઓફિસની MIS એક એવી બચત યોજના છે જેમાં તમે એકવાર રોકાણ કરીને દર મહિને વ્યાજના રૂપમાં તેનો લાભ લઈ શકશો.
તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને પોસ્ટ ઓફિસનું આ ખાતું ખોલાવી શકો છો. આ ખાતામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. હાલમાં, આ યોજના હેઠળ વ્યાજ દર 6.6 ટકા છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ છે, તો તમે તેના નામે આ ખાતું ખોલી શકો છો અને જો બાળકની ઉંમર ઓછી હોય તો તેના બદલે માતાપિતા આ ખાતું ખોલી શકે છે. આ યોજનાની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે. એ પછી આ ખાતું બંધ કરી શકાય છે.
જો તમારું બાળક 10 વર્ષનું છે અને તમે તેના નામે 2 લાખ રૂપિયા જમા કરાવો છો, તો દર મહિને તમારું વ્યાજ વર્તમાન 6.6 ટકાના દરે 1100 રૂપિયા થશે. પાંચ વર્ષમાં આ વ્યાજ કુલ 66 હજાર રૂપિયા થઈ જશે અને છેલ્લે તમને 2 લાખ રૂપિયા પણ પરત મળી જશે. આ રીતે, એક બાળક માટે, તમને 1100 રૂપિયા મળશે જેનો ઉપયોગ તમે તેના શિક્ષણ માટે કરી શકો છો. આ રકમ માતાપિતા માટે સારી મદદ બની શકે છે. આ ખાતાની વિશેષતા એ છે કે એક અથવા ત્રણ પુખ્ત વયના લોકો સાથે મળીને પણ સંયુક્ત ખાતું ખોલાવી શકે છે.