ભારતમાં દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર ખરીદી કરવાની જૂની પરંપરા છે. આ વર્ષે દિવાળી અને ધનતેરસ પહેલા ખરીદી માટે ખૂબ જ શુભ સમય બની જાય છે. જ્યોતિષાના મતે દિવાળી પહેલા ખરીદી માટે મહામુહૂર્ત ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ પછી શનિ-ગુરુના સંયોગમાં આવી રહ્યું છે. 28 ઓક્ટોબરે મકર રાશિમાં શનિ-ગુરુની યુતી થશે અને પુષ્ય નક્ષત્રના કારણે સર્વાર્થસિદ્ધિ યોગ પણ આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી રહેશે આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
60 વર્ષ પહેલા રચાયો હતો આવો શુભ યોગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ ગોચરમાં પુષ્ય નક્ષત્રનો સ્વામી અને ઉપસ્વામીની યુતીથી વિશેષ દુર્લભ સંયોગ રચાશે.. 60 વર્ષ પહેલા 1961માં આવો સંયોગ રચાયો હતો..
પુષ્ય નક્ષત્ર કેમ ખાસ છે?
જ્યોતિષશાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા હોય છે. શનિને શક્તિ અને ઉર્જાનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે ગુરુ જ્ઞાન અને સંપત્તિનોકારક માનવામાં આવે છે. આ વર્ષે, ગુરુવાર, ઓક્ટોબર 28, પુષ્ય નક્ષત્રના દિવસે, શનિ અને ગુરુ બંને મકર રાશિમાં સાથે રહેશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા વધશે.
આ વસ્તુઓ ખરીદવાથી થશે લાભ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ-ગુરૂની યુતીથી વેપાર, ઉદ્યોગ અને કાર્યક્ષેત્ર પર અસર જોવા મળશે. વીમા પોલિસી, વાહન, અલગ અલગ પ્રકારની યોજનાઓમાં રોકાણ કરવાથી લાભ રહેશે. લોખંડ, સિમેન્ટ, ઓયલ કંપની, કપડા, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણમાં રોકાણ કે ખર્ચ કરશો તો લાભ મળશે. બૃહસ્પતિની કૃપાથી શિક્ષા અને મેડિકલ સાયન્સ જેવા ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે.