spot_img

તેલંગાણાના આ ખેડૂતને 11 વિઘા જમીને બનાવી દીધા કરોડોપતિ

સામાન્ય રીતે ખેડૂતોનું જીવન ખેતીથી જ ચાલતુ હોય છે. જેટલી સારી સિઝન અને પાક એટલી સારી ખેડૂતની આવક. જો કે તેલંગણાના (Telangana) એક ખેડૂતનુ (Farmar) નસીબે એવી કરવટ લીધી કે ખાલી જમીન (Land) સમતળ કરી અને તે કરોડપતિ (carorpati)બની ગયો.

તેલંગાણાના જનગાંવમાં નરસિમ્હા નામના ખેડૂતે મહિલા પહેલાં 11 એકર જમીનની ખરીદી કરી. તે સમયે તેમને વિચાર સુદ્ધા નહોતો કે આ જ બંજર જમીન વેચાયા વગર કરોડો રૂપિયા આપવાની છે. જમીનની ખરીદી બાદ જ્યારે તેઓ જમીનને સમતળ બનાવાની કામગીરી શરૂ કરી તો જમીનમાંથી એવી વસ્તુઓ મળી આવી કે તેમની આંખો પહોંળી થઈ ગઈ. નરસિમ્હાને મળ્યા હતા. અલગ અલગ વાસણો જે સોનાના હતા. જેની અત્યારની કિંમત પ્રમાણે બજાર ભાવ 2 કરોડ રૂપિયા છે.

તમામ સોનાના વાસણોનું વજન કરવામાં આવ્યુ. તો ખ્યાલ આવ્યો કે વજન પાંચ કિલો કરતાં પણ વધુ છે. જમીનમાંથી મળેલી સોનાની વસ્તુઓમાં આભૂષણો 22 ઈયરિંગ, 51 ગુંદેલુ, 11 પુસ્થેલુ, 13 ગ્રામ એક નાગા પડિગેલુસ અને 24 ગ્રામની સોનાની લાકડી, ચાંદીની 26 લાકડી, 5 ચેન વગેરે ચાંદીના આભુષણો મળી આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં ખજાનો મળી આવવાના સમાચાર મળતાં. જમીનની આસપાસ કામ કરતાં લોકો અને અન્ય જમીનદારો પણ નરસિંમ્હાની જમીન પર ટોળે ટોળા વળી ગયા હતા.

તંત્રમાં પણ જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આભુષણો ખરેખર સાચા છે કે ખોટા તેની પણ ચકાસણી કરી હતી. સોનાના આભુષણો સાથે અન્ય 7 રૂબી અને 1 કિલો તાંબાનો કળશ મળ્યો હતો. ઈતિહાસકારોનું માનવું છે કે મળેલો ખજાનો કાકતીય વંશનો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તેલંગાણા રાજ્યમાં આ પ્રકારે ખજાનો મળવાની પહેલી ઘટના નથી. જુન 2020માં પણ આમ જ એક ખેડૂતને જમીનમાંથી સોનું અને ઘણાં રત્નો મળ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles