તહેવારોની સીઝન આવી ગઇ છે. નવલી નવરાત્રિના સમાપન થઇ ગઇ છે અને હવે હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.. આ વખતે નવરાત્રિ નવ દિવસના બદલે આઠ દિવસની હતી એક તિથિનો ક્ષય હતો એ જ રીતે દિવાળીમાં પણ એક તિથિનો ક્ષય રહેશે. દિવાળીના શુભ તહેવારમાં આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દિવાળી મહાપર્વની શરૂઆત થશે.
આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે. તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. આપણને સૌને જાણવાની ઉત્સુક્તા હોય કે દિવાળી ક્યારે છે ક્યાં દિવસે કઈ તિથિ આ તહેવાર મનાવાશે તો ચાલો જાણીએ.
દિવાળીના તહેવાર
1 નવેમ્બર – રમાએકાદશી અને વાઘબારસ
2 નવેમ્બર – વાઘબારસ અને ધનતેરસ
3 નવેમ્બર – ધનતેરસ અને કાળીચૌદશ
4 નવેમ્બર – દિવાળી મહાપર્વ શારદા પૂજન
5 નવેમ્બર – નૂતનવર્ષ
6 નવેમ્બર – ભાઇબીજ
7 નવેમ્બર: લાભપાંચમ