spot_img

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

31 ડિસેમ્બરે વર્ષ 2021નો અંતિમ દિવસ છે અને વર્ષના અંતિમ દિવસે તમે પાર્ટીના મૂડમાં પણ હશો. આ મૂડને બનાવી રાખો અને નવા વર્ષનો પ્રારંભ ખુશી અને હસી સાથે કરવો જરૂરી છે. જોકે, કોરોના કાળમાં સ્વાસ્થ્યને લઇને સાવચેત રહેવુ પડશે પરંતુ તમારે સ્વાસ્થ્યની સાથે સાથે આર્થિક મોરચા પર પણ કેટલાક બદલાવ માટે તૈયાર રહેવુ પડશે. 1 જાન્યુઆરીથી તમારા જીવનમાં આ ખાસ ચેન્જ આવવાનો છે તો તમે તેની માટે તૈયાર થઇ જાઓ અને પહેલાથી તમામ જાણકારી મેળવી લો.

ATMમાંથી કેશ કાઢવુ મોંઘુ થશે

નવા વર્ષની પ્રથમ સવાર નવા નિયમ હેઠળ એટીએમમાં ફ્રી લિમિટ ઉપર ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન ફી 21 રૂપિયા હશે જેમાં ટેક્સ સામેલ નથી. 31 ડિસેમ્બરની રાત્રે 12 વાગ્યા સુધી આ રકમ 20 રૂપિયા રહેશે અને તે પછી ફ્રી લિમિટ ઉપર કેશ ટ્રાન્જેક્શન માટે 20ની જગ્યાએ 21 રૂપિયા ચાર્જ આપવો પડશે. જો તમે ફ્રી ટ્રાન્જેક્શનથી વધુ પૈસા કાઢો છો તો તમારે 20 રૂપિયાની જગ્યાએ 21 રૂપિયા આપવા પડશે. આ સિવાય ગ્રાહકોએ તેની ઉપર જીએસટી પણ આપવો પડશે.

ઇન્ટરચેન્જ ટ્રાન્જેક્શન ફી પણ વધશે

એક તરફ બદલાવ આ છે કે બેન્કમાં પ્રતિ ટ્રાન્જેક્શન ઇન્ટરચેન્જ ફી વધારવાની પણ પરવાનગી આપવામાં આવી છે. ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે આ ચાર્જને 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. નૉન-ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન માટે ઇન્ટરચેન્જ ફીના 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી દેવામાં આવી છે.

India Post Payment Bankમાં 10,000 રૂપિયાથી વધુ જમા કરવા પર લાગશે ચાર્જ

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં સેવિંગ અને કરંટ એકાઉન્ટમાં વગર ચાર્જના મહિનામાં 10,000 રૂપિયા જ જમા કરી શકશો. IPPBએ જાણકારી આપી છે કે આ 10,000ની લિમિટથી વધુ રકમ ડિપોઝિટ કરવા પર ગ્રાહકોને વધારાનો ચાર્જ આપવો પડશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ત્રણ રીતના સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવે છે જેમાં બેસિક સેવિંગ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટના અલગ-અલગ નિયમ છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે જાણકારી આપી છે કે નવા ચાર્જના નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થઇ જશે અને તેની ઉપર જીએસટી/ સેસ બેન્કિંગના અન્ય નિયમ અનુસાર લગાવવામાં આવશે.

1 જાન્યુઆરીથી વગર KYC કરાવ્યે ડીમેન્ટ એકાઉન્ટ ડીએક્ટિવેટ થશે

31 ડિસેમ્બર સુધી જો ડીમેટ એકાઉન્ટનો કેવાયસી (નો યોર કસ્ટમર) પૂર્ણ નથી કરાવ્યુ તો તમારૂ ખાતુ 1 જાન્યુઆરીથી ડીએક્ટિવેટ થઇ જશે. તમારી પાસે આજનો અને કાલનો દિવસ આ કામ માટે છે તો તમે તેને તુરંત કરાવી લો.

1 જાન્યુઆરીથી રેલ્વેમાં રિઝર્વેશન વગર મુસાફરી કરી શકશો

ઇન્ડિયન રેલ્વે 1 જાન્યુઆરીથી મોટો બદલાવ કરવા જઇ રહ્યુ છે. તમે રિઝર્વેશન વગર પણ ટ્રેનમાં મુસાફરી કરી શકશો. રેલ્વેએ 1 જાન્યુઆરી 2021થી 20 જનરલ ડબ્બા પર જનરલ ટિકિટ દ્વારા મુસાફરી કરવાની તક આપી રહ્યુ છે. નવા વર્ષમાં તમે જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશો.

નવા કપડા અને જૂતા ખરીદવામાં લાગશે વધુ જીએસટી

CBICના વિવિધ પ્રકારના કપડા અને જૂતા માટે જીએસટીના દરને વધારી દેવામાં આવ્યા છે. પહેલા આ દર 5 ટકા હતો હવે 12 ટકા હશે. નવા જીએસટી દર 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. કેટલાક સિન્થેટિક ફાઇબર અને યાર્ન માટે જીએસટીના દરને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યુ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles