કહેવાય છે કે સારા પ્રસંગમાં ઉભા ન રહેવાય તો વાંધો નહી પણ મરણ પ્રસંગમાં તો ઉભા રહેવુ જોઈએ. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે અંતિમયાત્રામાં હજારો લોકો હાજરી આપી રહ્યા છે. એવુ લાગે કે અંતિમયાત્રા કોઈ નેતા કે વીઆઈપી વ્યક્તિની હશે. માહિતી એવી સામે આવી રહી છે કે અંતિમયાત્રા એક માનસિક રીતે દિવ્યાંગ ભીખારીની હતી.
Unbelievable!!
This is not a death of any VIP. People of Hadagali town in #Karnataka turned in thousands to bid adieu to a mentally challenged beggar #hadagalibasya . @indiatvnews @IndiaTVHindi pic.twitter.com/Jc0kbN4KSp— T Raghavan (@NewsRaghav) November 16, 2021
કર્ણાટકના વિજયનગર જિલ્લામાં અંતિમયાત્રામાં ભિખારીની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. આટલુ માનવ મહેરામણ જોતા એવુ લાગી રહ્યુ કે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કે મોટી વ્યક્તિની અંતિમ યાત્રા હશે. જો કે મીડિયા રીપોર્ટ આધારે અંતિમ યાત્રા ભિખારીની હતી જેનું નામ હતુ બસવ. તેને સ્થાનિક લોકો હચ્ચા બસયાના નામે ઓળખતા હતા. હચ્ચા કોઈપણ વ્યક્તિ પાસેથી વધારાની ભીખ લેતો નહોતો અને જો ભૂલથી પણ પૈસા આવી ગયા હોય તો હચ્ચા વધારાના પૈસા જઈને પરત આપી દેતો હતો.
એક અઠવાડિયા પહેલાં એક બસે તેને ટક્કર મારી હતી ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી. શનિવારે હચ્ચાનું નિધન થઈ ગયુ. એક સ્થાનિક વ્યક્તિના કહેવા પ્રમાણે હચ્ચાના નિધન બાદ ઘણાં સંગઠનો અને દુકાનદારો અંતિમસંસ્કાર કરવા માટે આગળ આવ્યા હતા. અંતિમસંસ્કાર માટે ધીમેધીમે હજારો રૂપિયા સાથે લોકો પણ એકઠા થઈ હતા.
સ્થાનિય લોકોને હચ્ચા સાથે અલગ જ પ્રકારની લાગણી હતી. લોકો તો એવું પણ માનતા હતા કે અન્ય લોકો માટે તે ભાગ્યશાળી છે. હચ્ચા પણ લોકોને અપ્પાજી કહીને બોલાવતો હતો. જેને મતલબ પિતા થાય છે. લોકો તેને પ્રેમથી મળતા અને પૈસા પણ ભીખની રીતે નહી પણ મદદની ભાવનાથી આપતા હતા. હચ્ચા પોતાની પાસે ફક્ત 1 રૂપિયો રાખતો હતો. વધુ રૂપિયા હોય તો પરત આપી દેતો હતો.