spot_img

રાજ્યાં 110 દિવસપછી 200ને પાર કોરોનાના કેસ, તો એક્ટિવ કેસની સંખ્યા એક હજારને પાર

રાજયમાં કોરોનાના કેસમાં ફરીથી ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. 110 દિવસ બાદ રાજ્યમાં કોરોના કેસનો આંક 200ને પાર થયો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 228 નવા કેસ નોંધાયા છે.  જેમા સૌથી વધુ અમદાવાદમાં 116 કેસ નોંધાયા છે, જ્યારે વડોદરામાં 30 કેસ, સુરતમાં 26 કેસ અને રાજકોટમાં 12 કેસ નોંધાયા છે તો જામનગરમાં 8, ગાંધીનગરમાં 8, નવસારીમાં 5, ભરૂચમાં 4 આણંદ મહેસાણા અને વલસાડમાં 3-3 કેસ જયારે અમરેલી, મોરબી અને કચ્છમાં 2-2 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 117 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં 16 જિલ્લા અને 2 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં 1102 એક્ટિવ કેસ છે જે પૈકી 3 દર્દી વેન્ટીલેટર પર છે અને 1099 દર્દીઓની હાલત સ્થિર છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles