spot_img

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, સતત ચોથા દિવસે કેસ 100ને પાર થતાં આગ્યવિભાગ થયું સતર્ક

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા છે. તો રાહતના સમાચાર એ છે કે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.  રાજ્યમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં 82 કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં 33 કેસ, સુરતમાં 15, ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના 704 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેમા છેલ્લા 4 દિવસના આંકડા પર નજર કરીએ તો બુધવારે લાંબા સમયબાદ 100થી વધુ કેસ નોંધાયા હતા. બુધવારે કોરોનાના 111 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગુરુવારે 117 કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે 143 કેસ નોંધાયા હતા જ્યારે શનિવારે 154 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 33 દિવસ બાદ શુક્રવારે કોરોનાથી એક દર્દીનું મોત થયુ હતુ. અગાઉ 7મેના રોજ એક દર્દીનું મોત થયુ હતુ. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 99.05 ટકા થયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles