રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. મુંબઈ બાદ રાજ્યમાં પણ કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. જો કે સારી વાત એ છે કે કોરોનાના કારણે કોઈ મૃત્યુ થયું નથી. શહેર પ્રમાણે કોરોનાના કેસની વાત કરીએ તો. અમદાવાદમાં 26, વડોદરામાં 8 કેસ, ગાંધીનગર, જામનગર,સુરતમાં 5-5 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં 3, પાટણમાં 2 કેસ, ભાવનગર અને દાહોદમાં 1-1 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના 293 એક્ટિવ કેસ છે. જેમાં એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. તો રાજ્યમાં આજે 46,412 લોકોને રસી આપવામાં આવી છે.
છેલ્લા થોડા દિવસના કોરોના કેસની વાત કરીએ તો. સોમવારે 34 કેસ સામે આવ્યા હતા. જે બાદ મંગળવારે 45 કેસ થયા હતા. બુધવારે આંશિક ઘટાડો નોંધાતા 40 કેસ નોંધાયા હતા. બાદ એક જ દિવસમાં 10 કેસ વધતા. ગુરૂવારે કોરોનાના 50 કેસ નોંધાયા હતા. તો આજે કોરોનાના નવા 56 કેસ નોધાયા છે. આમ રાજ્યમાં ધીમી ગતિએ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે.