રાજ્યમાં અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે ભાવનગરના સરદારનગરમાં આખલાના આતંકની એક ઘટના પ્રકાશમા આવી છે. જેમાં આખાલાએ એક વૃદ્ધને અડફેટે લીધો હતો અને 15 થી 20 ફૂટ સુધી ઢસેડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો CCTV સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરદારનગરમાં રસ્તા ઉપર રખડતા એક ઢોરે એક વ્યક્તિને હડફેટે લઇને તેમને બે ત્રણ વખત ઉછળીને જમીન ઉપર ફેંકી દેતા વ્યક્તિને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતો. જો કે ભાવનગર મનપાનું તંત્ર રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યું હોવાના ગાણા ગાઈ રહ્યું છે.
આ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે જે સૂચનો તંત્રને આપી ચુક્યા છે, પરંતુ રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જ છે.