પુત્રીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહેલા બીમાર પિતાને તેમની મનપસંદ રમ પીવડાવી હતી. પિતા ગંભીર રીતે બીમાર હોવાને કારણે પુત્રીએ તેમને ઈન્જેક્શન દ્વારા રમ આપી હતી. રમ પીધાના થોડા સમય બાદ પિતાનું અવસાન થયું. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દીકરી અને પિતાનો ઈમોશનલ સંબંધ પણ દેખાઈ રહ્યો છે.
Daughter gives dad final sip of his favorite drink before he dies https://t.co/oo7oumTjTo pic.twitter.com/5ApwkvwSr1
— New York Post (@nypost) July 2, 2022
પેનોલોપ એન નામની યુવતીએ ટિકટોક પર રમ પીતા પિતાનો વીડિયો શેર કર્યો છે. આમાં તે તેના બીમાર પિતાને બુન્ડાબર્ગ રમ પીવડાવતી જોવા મળે છે. વીડિયોમાં તેના પિતા હોસ્પિટલના બેડ પર છે, જ્યારે પેનોલોપ તેની બાજુમાં ઉભી છે.
વીડિયોમાં પેનોલોપ ઈન્જેક્શનથી રમ ભરતી જોવા મળે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ‘પિતા સાથે એક છેલ્લું ડ્રિંક…. તે દુનિયામાંથી પોતાનું શરીર છોડે તે પહેલા…. હું તમને પ્રેમ કરું છું’.
આ પછી તે ઈશારામાં કહેતી જોવા મળે છે કે તેને રમ પસંદ છે. ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી છે કે તે દીકરી અને પિતા વચ્ચેના ખાસ સંબંધને દર્શાવે છે. દીકરીએ જે રીતે પિતાની ઈચ્છા પૂરી કરી તે લોકોને પસંદ પડી.
વીડિયોમાં તે તેના પિતાને સંબોધીને કહી રહી છે કે, હું તમારા માટે રમ લાવી છું, હવે હું તેને તમારા મોઢામાં ઈન્જેક્શન આપીશ. આ પછી, તે તેના પિતાના મોંમાં થોડી માત્રામાં રમ નાખે છે, જ્યારે તે રમનો સ્વાદ કેવો છે તે પૂછતી પણ જોવા મળે છે.