spot_img

સ્વપ્નમાં દીવાલ પડતી દેખાય છે તો મુશ્કેલી આવવાની સંભાવના હોઈ શકે છે

ઉંઘમાં(Sleeping) જોતા સપનાઓ(Dream) પર આપણે કદાચ દરેક વખતે ચર્ચાઓ નથી કરતાં. પણ એવા સ્વપ્ન જે અજબ ગજબ હોય તો તેની ચર્ચાઓ આપણે આપણા મિત્રો સાથે ફરજિયાત પણે કરીએ છીએ. આવા સપનાઓ મનમાં એક પ્રશ્ન બનીને જ રહી જાય છે, કારણ કે આપણી પાસે તેનો કોઈ જવાબ નથી. તમારા સપનાના પ્રશ્નોના જવાબો આપવા માટે, સ્વપ્ન ગ્રંથમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કયુ સ્વપ્ન આવવાથી શુભ કહેવાય અને કયુ સ્વપ્ન આવવાથી અશુભ કહેવાય છે.

સ્વપ્ન શાત્ર પ્રમાણે મળતી સુચનાઓ વ્યક્તિના જીવન અથવા તેના ભવિષ્ય વિશે ઘણું જાણી શકાય છે. સ્વપ્ન શાસ્ત્રમાં આવા જ કેટલાક સપના જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ સપના જુએ છે, તો તેને આવનારા સમયમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સપનામં દિવાલ પડતી દેખાય તો…
સપનામાં દિવાલ પડતી અથવા પડતી દિવાલ જોવી એ અશુભ સંકેત છે. તેવું સ્વપ્ન શાત્ર પ્રમાણે ગણવામાં આવે છે. જો તમે આવું સ્વપ્ન જુઓ છો તો તમને ધન, પ્રતિષ્ઠાનું નુકસાન થઈ શકે છે.

સપનામાં ઘુવડ દેખાય તો
સપનામાં ઘુવડ દેખાય તો તે મુશ્કેલીનો સંકેત છે. શાસ્ત્ર અનુસાર, મનાય છે કે સપનામાં ઘુવડ જોવાનો અર્થ એવો છે કે તમારે આવનારા સમયમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સપનામાં લોકોને જમતા જોવું
તમારા સપનામાં ઘણા લોકોને ભોજન જમતા જુઓ તો સમજવું કે તે તમારા માટે ખૂબ જ અશુભ છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, કોઈ નજીકના વ્યક્તિના મૃત્યુ અથવા કોઈ અપ્રિય વસ્તુના સમાચાર પ્રાપ્ત થાય છે.

સપનામાં કોઈને ઝાડ કાપતા જોવું
સપનામાં ઝાડ કાપતા જુઓ તો સમજવું કે પરિવારના વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે તથા આવનારા સમયમાં તમને આર્થિક નુકસાન થઈ શકે છે.

સપનામાં શોભાયાત્રાઓ દેખાવી
સપનામાં શોભાયાત્રા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે. આર્થિક નુકસાની અથવા તો ખરાબ સમાચાર મળી શકે છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles