ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસી રહેવા અને કસરત નહી કરવાને કારણે કમરની સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય બની ગઇ છે. આ સમસ્યા ના ફક્ત ઉંમર સાથે જોડાયેલી છે પરંતુ યુવાઓમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. ઇન્ડસ હેલ્થ પ્લસની પ્રીવેન્ટિવ હેલ્થકેર સ્પેશ્યાલિસ્ટ કંચન નાયકવાડીના કહેવા પ્રમાણે, કમરનું દર્દ અસહય છે પરંતુ સામાન્ય રીતે આ દર્દ ગંભીર હોતું નથી. કમરનું દર્દ એ વાત પર નિર્ભર કરે છે કે આપણી પીઠના હાડકાઓ, માંસપેશીઓ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે.
કંચના મતે યુવાઓમાં બેસવાની ખોટી રીતને કારણે કમરના દર્દની સમસ્યા વધુ જોવા મળી રહી છે. જે રીતે કોમ્પ્યુટરના ઉપયોગ દરમિયાન સારી રીતે બેસવું નહી, વિચિત્ર રીતે પાછળ જોવું, કોઇ સામાનને ધક્કો મારવો. ખેંચવું કે લાંબા સમય સુધી ઉભા રહેવું વગેરે કારણો હોઇ શકે છે.
બાળકોના મામલામાં ભારે બેગ ઉઠાવવી, યોગ્ય રીતે સૂવું નહી, રમતો દરમિયાન થતી ઇજાઓ વગેરે કમરના દર્દ માટે કારણભૂત બની શકે છે. કમરદર્દના જોખમો પર વાત કરતા કંચને કહ્યું કે, માનસિક તણાવ, અવસાદ, બેચેની, ગર્ભવતી મહિલાઓને કમરદર્દ થવાની સંભાવના વધુ હોય છે. લાંબા સમય સુધી બેસી રહેવાની જીવનશૈલી, શારિરીક શ્રમ ઓછો કરવો વગેરે કારણો કમરદર્દ માટે કારણભૂત છે. યોગ્ય કસરત, સ્વસ્થ ભોજન, સૂવાની યોગ્ય રીત, માનસિક તણાવ ઓછો કરવો, ધૂમ્રપાન ન કરવું, જીવનશૈલીમાં બદલાવ લાવવો કમર દર્દના ખતરાને ઓછો કરી શકે છે.