જાપાની રાજકુમારી લાંબા વિવાદ બાદ પોતાના પ્રેમી સાથે લગ્નના તાંતણે બંધાઈ ગઈ. રાજકુમારી માકોએ તેમના પ્રેમી કેઇ કોમુરો સાથે લગ્ન કરી લીધા છે. જાપાની રાજકુમારીએ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેતા પોતાનો શાહિ દરજ્જો પણ ગુમાવી દીધો છે.
જાપાનના મહેલમાં રહેતાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે માકો ઘણા સમયથી તણાવમાં રહેતી હતી. તણાવ માં હોવાનું મુખ્ય કારણ તેમના લગ્નની નકારાત્મક વાતો લોકો ફેલાવતા હતા બાબત હતી. લોકો પર વારંવાર કટાક્ષ કરી પરેશાન કરી રહ્યા હતા. જેનાથી કંટાળીને રાજકુમારીએ અચાનક લગ્ન કરાવો નિર્ણય કરી લીધો લગ્ન બાદ સામાન્ય રીતે ભોજન સમારંભ અને રિવાજો હોય છે પરંતુ આ લગ્ન બાદ કોઈપણ પ્રકારનો ભોજન સમારંભ કે પછી કોઈપણ પ્રકારના રિવાજો રખાયા ન હતા.
0
30 વર્ષીય માકો સમ્રાટ મારુહિતોની ભત્રીજી છે માકો અને કોમુરો સાથે ભણતા હતા. સપ્ટેમ્બર 2017માં તેમણે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ બે મહિનામાં જાપાનમાં કોમુરોની માતાનો નાણાકીય વિવાદ સર્જાતા લગ્ન થઈ શક્યા નહોતા. અત્યારે પણ આ વિવાદ પૂર્ણ થયો છે કે નહીં તેની જાણકારી નથી.
માકોએ લગ્ન બાદ પોતાના પતિનું નામ અપનાવી લીધું છે. જાપાનના મહેલના અધિકારીઓનું કહેવું છે કે માકો એ 1200000 થી પણ વધુ ડોલર લેવાનો ઇનકાર કરી દીધો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તે પહેલી વ્યક્તિ છે જેણે એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે.
ઇમ્પિરિયલ હાઉસ નિયમ પ્રમાણે જે રાજકુમાર કી રાજકુમારી કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે તો તેનો શહી દરજ્જો તે રાજકુમાર કે રાજકુમારી ગુમાવી બેસે છે. ઇમ્પિરિયલ હાઉસના આ નિયમથી હવે શાહી પરિવારના સદસ્યો ધીમે ધીમે ઘટી રહ્યા છે. અને સિંહાસન ઉત્તરાધિકારી મેળવવાની મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે