સુરત : અડાજણ વિસ્તાર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલનાં ધોરણ 1માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે સ્કૂલ દ્વારા સાત દિવસ માટે વર્ગખંડ બંધ કરવામાં આવ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ ભાઇ બહેન છે. સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા બે વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સ્કૂલના તમામ સંચાલકોનું રેપિડ તથા RTPCR ચેકઅપ કરવામાં આવ્યું હતું. જોકે તમામ વિદ્યાર્થી અને સંચાલકો નેગેટિવ આવ્યા હતા.
અમદાવાદના એસ.જી.હાઈવે પર છારોડી ખાતે આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ડીઈઓના જણાવ્યા અનુસાર વાલીઓએ પોતાના ઘરમા આવેલા અન્ય સંક્રમિત દર્દીઓને ધ્યાને લઈને સમગ્ર પરિવારના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.જેમાં બે ઘરમાંથી બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યુ હતું. ત્યારબાદ વાલીઓએ સ્કૂલને જાણ કરી હતી. કોરોના પોઝિટિવ થયેલા ત્રણ વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી પ્રાથમિક શાળાનો છે અને બે વિદ્યાર્થી માધ્યમિકનાં છે. જેમાં એક વિદ્યાર્થી ધોરણ 9નો અને એક ધોરણ 11નો છે.