પોલીસે મોબાઇલ લોકેશનથી તપાસ કરતા ગુમ થયાના દિવસે બંને વચ્ચે વાતચીત થયાનું ધ્યાનમાં આવતા પોલીસે હિમાંશુને પકડી લાવી લાલ આંખ કરતા તેણે ત્રિપદાની હત્યા કરીને તેની લાશ હડાદ પાસે જંગલની ઝાડીમાં ફેંકી દીધાનું કબૂલી લીધું હતું . આ ઘટના અંગે હિમાંશુ મહેન્દ્રભાઈ રાઠોડ રહે.એકલવ્ય સોસાયટી માનવ આશ્રમ મહેસાણા અને રવિન્દ્ર કાંતિલાલ ભીલ રહે. કે કે નગર વિસ્તાર -2, માનવ આશ્રમ વિરુદ્ધ પાટણ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ હતી.
આ ઘટનાનો કેસ ગુરુવારે પાટણના એડિશનલ સેશન્સ જજ એ.કે. શાહ સમક્ષ ચાલી જતાં બંને આરોપીઓને હત્યા (કલમ 302)અને મારી નાખવાના ઇરાદે અપહરણ કરવાના (કલમ 364-ક)ના બંને ગુનામાં આજીવન કેદ અને રૂ. દસ દસ હજાર દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ જ્યારે પુરાવાનો નાશ કરવા (કલમ 201)ના ગુનામાં સાત વર્ષની સખત કેદ અને રૂ. પાંચ હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસ સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.
મૃતક યુવતીના માતા-પિતા ને વળતર ચૂકવવાની રજૂઆતમાં કોર્ટે દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને તે માટે ભલામણ કરી હતી.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ પંકજ વેલાણી અને સરકાર તરફે એપીપી એમ.ડી.પંડ્યાએ દલીલો કરી એકપણ નજરે જોનાર સાક્ષી ન હોવા છતાં સાયોગિક પુરાવા આધારે ગુનો પૂરવાર કર્યો હતો.