spot_img

Udham Singh: લંડન જઇને જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેનારા ભારતીય ક્રાંતિકારી

જલિયાંવાલા બાગ હત્યાકાંડ (Jallianwala Bagh Massacre)ને 100 વર્ષથી વધુ સમય થઇ ગયો છે પરંતુ હજુ પણ ભારતીયોના દિલમાં તેની યાદો તાજા છે. આ હત્યાકાંડ માટે બ્રિટનના કેટલાક નેતા Sorry Feel કરી ચુક્યા છે પરંતુ આ હત્યાકાંડ હંમેશાભારતની ખરાબ યાદમાંથી એક રહેશે.

ઇતિહાસમાં ઘટેલી આ ઘટના વિશે આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે પરંતુ આ ઘટનાથી દુખી એક ક્રાંતિકારી લંડન જઇને બદલો લેવાની કહાની ઘણા ઓછા લોકો જ જાણે છે. આ કહાની છે ક્રાંતિકારી ઉધમ સિંહની (Udham Singh), જેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો.

જલિયાંવાલા બાગ નરસંહારમાં લગભગ 1000 લોકો પર અંગ્રેજી સેનાએ નિર્દયતાથી ગોળી ચલાવી હતી. આ ઘટનાના સાક્ષી ઉદ્યમ સિંહે તે સમયે બદલો લેવાનો નિર્ણય કરી લીધો હતો. તે આ નરસંહાર માટે General Reginald Dyerને મારવા માટે ભારતથી લંડન સુધી ગયા હતા અને ત્યા તેમણે મારીને જ દમ લીધો હતો.

માતા-પિતા અને ભાઇના મોત બાદ ઉદ્યમ સામાજિક કાર્યમાં લાગેલા રહેતા હતા, માટે તે બૈસાખીના દિવસે 13 એપ્રિલ, 1919માં ત્યા આવેલા લોકોને પાણી પીવડાવી રહ્યા હતા, ત્યારે અચાનક જલિયાંવાલા બાગમાં અંગ્રેજ અધિકારી અને કેટલાક અન્ય સૈનિક આવી ગયા હતા, તેમણે ત્યા રહેલા દરવાજા બંધ કરી દીધા હતા અને અંધાધુંધ ફાયરિંગ શરૂ કર્યુ હતુ, જેમાં હજારો માસૂમોના જીવ જતા રહ્યા હતા.

ઉદ્યમ સિંહે બદલો લેવાની કસમ ખાધી

ઉદ્યમ સિંહ (Udham Singh) આ હત્યાકાંડથી બચવામાં તો સફળ થઇ ગયા પરંતુ તે દિવસે તેમણે તેનો બદલો લેવાની કસમ ખાઇ લીધી હતી.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદથી જ ઉદ્યમ સિંહ ક્રાંતિકારી ગતિવિધિઓ સાથે જોડાઇ ગયા હતા. આ યાદીમાં તેમણે ગદર પાર્ટી જોઇન કરી હતી. મહત્વપૂર્ણ છે કે ગદર તે સમયે એક સક્રિય ક્રાંતિકારી સંગઠન હતુ, જેને અંગ્રેજો વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. આ સિવાય, આ સંગઠન દેશના યુવાઓમાં દેશપ્રેમની ભાવનાને જાગૃત કરી રહ્યુ હતુ.

અંગ્રેજો વિરૂદ્ધ લડાઇ કરવા માટે આ સંગઠનોને પૈસાની જરૂર હતી. સંગઠન સાથે જોડાયેલા લોકો દેશ-વિદેશ જઇને પૈસા ભેગા કરવાનું કામ કરતા હતા, માટે તે અંગ્રેજોના ખજાનાને પણ પોતાનો નિશાન બનાવતા હતા. ઉદ્યમ પણ આ જ કરતા હતા જેને કારણે અંગ્રેજોની નજરમાં આવી ગયા હતા. આ સિવાય, તે એક-બે વખત જેલ પણ જઇ ચુક્યા હતા. ઉદ્યમ પોતાની ધરપકડ થવાના ડરથી છુપાયેલા રહેતા હતા. આ દરમિયાન, તે પંજાબથી ગાયબ થઇને કાશ્મીર પહોચ્યા અને ત્યા તેમણે સમાચાર મળ્યા કે ડાયર લંડનમાં છે.

ઉદ્યમ અનુસાર ડાયર જલિયાંવાલા કાંડનો જવાબદાર માનતા હતા અને તેમણે નક્કી કર્યુ કે તે લંડન જઇને તેમણે મારીને આ હત્યાકાંડનો બદલો લેશે.

ડાયરને મારવાની બનાવી યોજના

ઉદ્યમે તેની માટે પુરી યોજના બનાવી અને લંડન પહોચવામાં સફળ થયા. ત્યા તે ગુપ્ત રીતે સક્રિય થઇ ગયા. તપાસ અને જાણકારી ભેગી કર્યા બાદ તેમણે એક બંદૂકની વ્યવસ્થા કરી. જે બાદ તેમણે ડાયરના એક સમારંભમાં ભાગ લેવાના સમાચાર મળ્યા. તે પહેલાથી જ કૈક્સટન હૉલમાં જઇને સામાન્ય લોકો સાથે બેસી ગયા. ત્યારે ઇસ્ટ ઇન્ડિયા એસોસિએશન અને રૉયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠક શરૂ થઇ. જેમાં તમામ અધિકારીઓ સાથે ડાયર પણ હાજર હતા.

બેઠક બાદ જેવા જ ડાયર તમામને સંબોધિત કરવા માટે સ્ટેજ પર આવ્યા, ઉદ્યમે તેમની પર બંદૂકથી હુમલો કરી દીધો અને તે માર્યા ગયા. આ હુમલા બાદ ઉદ્યમ સિંહ ત્યાથી ભાગ્યા નહતા પણ ત્યા જ ઉભા રહ્યા. તે બાદ અંગ્રેજ અધિકારીઓએ તેમની ધરપકડ કરી અને જેલ મોકલી દીધા હતા.

જ્યાં તેણમે ફાંસીની સજા સંભળાવવામાં આવી અને 31 જુલાઇ 1940માં ઉદ્યમ સિંહને ફાંસી આપવામાં આવી.

હવે આ ઉદ્યમ સિંહના જીવન પર વિકી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles