જે ઘરમાં લગ્ન હોય ત્યાં અનોખો માહોલ સર્જાયો હોય છે. જ્યાં લગ્ન હોય ત્યાં ડાંસનું પણ અનોખુ મહત્વ હોય છે. આપણા દેશમાં લગ્નમાં તો કુદી કુદીન નાચવાની જાણે પરંપરા છે. ભલેને પછી એમાં વરરાજા હોય કે પછી વરરાજાના માતા પિતા હોય તે પછી યુવતી હોય કે પછી તેના માતા પિતા.
View this post on Instagram
સામાન્ય રીતે લગ્નમાં નાચવાની વાત આવે તો યુવાનો કોઈને મોકો ન આપે. પણ કેટલાક કિસ્સામા ઉંમર લાયક વ્યક્તિઓ એવા રંગમાં આવી જાય છે. જેનાથી યુવાઓની પણ આખો ફાટી જાય છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો આવા જ એક વૃદ્ઘ અંકલનો છે જેઓ લગ્નના રંગમાં એવા રંગાયા છે કે આજુબાજુ કંઈ જોઈ રહ્યા નથી. અંકલ ગોવિંદાના સોંગ પર એવા નાચી રહ્યા છે કે લોકો તેમના વીડિયો જોતા થાકી રહ્યા નથી. ઈનસ્ટાંગ્રામ પર પોસ્ટ કરાયેલા વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોને વ્યુઝ અને લાઈક્સ મળી ચુક્યા છે. ક્લિપને શેર કરતાં કેપ્શન લખાયુ છે કે વીરે દી વેડિંગ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ સ્ટેજ પર ગોવિંદાના સોંગ આપ કે આ જાને સે પર ડાંસ કરી રહ્યુ છે વીડિયોમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યુ છે કે કેટલાક લોકો ખુશી વ્યક્ત કરે છે કે અંકલ કેટલો સારો ડાંસ કરી રહ્યા છે અને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કે અંકલનુ ગળુ છુટુ ન પડી જાય