spot_img

કલકત્તાની દુર્ગા પૂજાને મળ્યુ હેરિટેજમાં સ્થાન, પ્રધાનમંત્રીએ કહ્યુ ભારતીય માટે ગર્વની વાત

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે તમામ ભારતીય લોકો માટે આ ગર્વની વાત છે. દુર્ગા પૂજા આપણી પરંપરા અને લોકાચારને ઉજાગર કરે છે. કોલકત્તાની દુર્ગાપૂજા એવો અનુભવ છે જે તમામ લોકો પાસે હોવો જોઈએ.

યુનેસ્કોએ કોલકત્તાની દુર્ગાપૂજાને માનવતાની અમૂર્ત સંસ્કૃતિક વિરાસતની લીસ્ટમાં શામેલ કરી દીધી છે. દુર્ગાપૂજાને લઈને મળનારી ખુશીના સમાચાર પર પ્રધાનમંત્રીએ પણ ખૂશી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરવાની સાથે લખ્યું કે તમામ ભારતીય લોકો માટે આ ગર્વની વાત છે. દુર્ગા પૂજા આપણી પરંપરા અને લોકાચારને ઉજાગર કરે છે. કોલકત્તાની દુર્ગાપૂજા એવો અનુભવ છે જે તમામ લોકો પાસે હોવો જોઈએ.

આપને જણાવી દેવા માંગએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ટ્વિટર પર દેવીની મૂર્તિનો એક ફોટોગ્રાફ ટ્વિટર પર પોસ્ટ કર્યો. જેમાં તેમણે લખ્યુ હતુ. કોલકત્તામાં દુર્ગા પૂજાને અમૂર્ત વિરાસત લિસ્ટમાં શામેલ કરવામાં આવે છે. ભારતને શુભકામનાઓ.

તો બીજી તરફ પ.બંગાળની મુખ્યમંત્રીએ પણ ટ્વિટર પર ટ્વિટ કરીને રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. લખ્યુ કે બંગાળ માટે ગર્વની વાત કહેવાય. દુનિયાભરમાં તમામ બંગાળીઓ માટે દુર્ગાપૂજા તહેવાર કરતાં વધુ છે. આ એક ભાવના છે તે બંગાળના લોકોને એક કરે છે. હવે દુર્ગાપૂજાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની લીસ્ટમાં જોડી દેવામાં આવી છે. આપણે તમામ ખુશ છીએ.

બંગાળ વાસીઓ માટે વાર્ષિક ઉત્સવ સપ્ટેમ્બર ઓક્ટોબર એક અઠવાડિયા સુધી ચાલનારો કાર્યક્રમ છે. જ્યાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તહેવાર શરૂ થતાં મહિનાઓ પહેલાં કારીગરો પવિત્ર ગંગા નદીમાંથી લવાયેલી માટીનો ઉપયોગ કરીને દેવી દુર્ગા અને તેમના પરિવારની મૂર્તિઓને બનાવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles