બિશનસિંહ બેદીએ વિરોધમાં છોડી દીધી મેચ
3 નવેમ્બર 1978 ના રોજ પાકિસ્તાનના શાહીવાલના ઝફરલી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વન ડે સીરીઝના ત્રીજી અને ફાઈનલ મેચ રમાઈ રહી હતી. પાકિસ્તાને ભારતને જીત માટે 40 ઓવર્સમાં 205 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતે 37 ઓવર્સમાં 183 રન બનાવી લીધા હતા ભારતના ખોળામાં જીત હવે હાથ વેંત જ હતી. 38 મી ઓવર સરફરાજ નવાજની હતી, નવાઝે એક ઓવરમાં અંશુમન ગાયકવાડને સતત 4 બાઉંસર બોલ ફેંક્યા પણ એમ્પાયર્સે એક પણ બોલને વાઈડ બોલ ન ગણ્યો એ સમયમાં બાઉન્સના બોલને લઈને વાઈડબોલના નિયમો એટલા કડક ન્હોતા.ભારતીય કેમ્પટન બિશનસિંહ બેદી પાકિસ્તાનની આ ચાલને જાણી ગયા હતા અને તેમણે તુરંત જ ભારતના બેટ્સમેન્સને ડ્રેસિંગરૂમમાં પરત બોલાવી લીધા અને પાકિસ્તાનને મેંચ સોપી દીધી હતી આવુ પહેલી વાર બન્યુ હશે કોઈ કેપ્ટને ગુસ્સામાં વિરોધી ટીમને મેચ દાનમાં આપી દીધી હોય
ખરાબ લાઈટ હોવા છતાં પણ અંમ્પાયર્સે મેચ ચાલુ રાખી
1991મા ભારત પાકિસ્તાન અને વેસ્ટઈંડિઝ વચ્ચે વિલ્સ ટ્રોફીનું આયોજન કરાયુ હતુ. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ગ્રુપ મેચ હતી પાકિસ્તાને પહેલીં બેટિંગં કરતા 50 ઓવર્સમાં 257 રન બનાવ્યા અને પછી ભારતનો બેટિંગનો વારો આવ્યો પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરતાં ભારતે મક્કમ શરૂઆત કરી પરંતુ મિડલ ઓવર્સમાં ભારતની સ્થિતિ બગડી ગઈ. જેના પછી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર ભારતની ટીમને જીત અપાવવા માટે અને મનોજ પ્રભાકર તેમના સપોર્ટમાં રમી રહ્યા હતા બન્નેની ધીર ગંભીર ભાગીદારી બેટિંગ બાદ ભારત મેચમાં પરત ફરી રહ્યુ હતુ. એ સમયે શારજહા મેદાનમાં ફ્લડલાઈટ્સની સુવિધાઓ નહોતી, પ્રકાશ એટલો સારો નહોતો પડી રહ્યો જેના કારણે બેટ્સમેનને બોલ દેખાવામાં પણ તકલીફ પડી રહી હતી. ટેલિવિઝન સ્ક્રિન પર પણ દર્શકોને બોલ દેખાતો નહોતો, અંપાયર્સને સ્પશ્ટ દેખાઈ રહ્યુ હતુ કે બેટ્સમેનને બોલ દેખાવમાં તકલીફ પડી રહી છે. તેમ છતાં મેચ બંધ કરાવી નહોતી જેના કારણે ભારત 4 રનથી મેચ હારી ગયુ હતું.
1992 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાયેલી મેચને ભાગ્યે જ લોકો ભૂલી શક્યા હશે. ભારતે પાકિસ્તાનને 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનના એક સમયે બે વિકેટ પર 85 રન બનાવી લીધા હતા. જોકે, બાદમાં સચિન તેડુંલકરની એક બોલ પર કિરણ મોરેએ મિયાંદાદ વિરુદ્ધ કેચ આઉટની અપીલ કરી હતી જેનાથી મિયાંદાદને ગુસ્સો આવ્યો હતો. બાદમાં એક રન લેવામાં નિષ્ફળ પ્રયાસ કરનારા મિયાંદાદની કિરણ મોરેએ સ્ટમ્પ ઉડાવી દીધું. જેનાથી મિયાંદાદને ગુસ્સો આવ્યો અને તે દેડકાની જેમ કૂદવા લાગ્યો હતો. અંતમાં ભારતે આ મેચ 43 રનથી જીતી હતી.
1996ના વર્લ્ડકપમાં બેંગલુરુમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં 288 રનનો પીછો કરતા પાકિસ્તાન સારી સ્થિતિમાં હતું. 15મી ઓવરમાં આમિર સોહેલે વેંકટેશ પ્રસાદને ચોગ્ગો મારીને ગુસ્સો કર્યો હતો. પ્રસાદની બીજી ઓવરમાં સોહેલ બોલ્ડ થયો હતો. ભારતે આ મેચ પાકિસ્તાન સામે 39 રનથી જીતી લીધી હતી. અનિલ કુંબલે અને વેંકટેશ પ્રસાદે શાનદાર પ્રદર્શન કરતા ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
2007માં કાનપુર વન-ડે દરમિયાન ગૌતમ ગંભીર અને શાહિદ આફ્રિદી વચ્ચે લડાઇ થઇ હતી. ગંભીર રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બંન્ને વચ્ચે ટક્કર થઇ હતી અને બંન્ને વચ્ચે જીભાજોડી થઇ હતી. અમ્પાયર ઇયાન ગૂલ્ડે બંન્નેને શાંત કરાવ્યા હતા. બાદમાં મેચ રેફરીએ આફ્રિદી પર મેચ ફીના 95 ટકા અને ગંભીર પર 65 ટકાનો દંડ ફટકાર્યો હતો.