આપણે ઘણા લોકોને બોલતા કે રોદણા રોતા સાંભળ્યા છે કે મારે કામ તો કરવું છે પણ મારે નાનું બાળક છે એને ક્યાં મુકીને જાવું. આવા તમામ લોકો માટે રાજકોટ જિલ્લાના લોધીકા ખાતે ફરજ બજાવતી મહિલા કર્મચારી પ્રેરણારૂપ કિસ્સો છે. કેમ કે અસ્મિતા કોલડીયા PHC અધિકારી પોતાના 6 માસના બાળકે પોતાની સાથે રાખીને કોરોનાની રસીકરણનું કામ કરે છે. અંતરિયાડ ગામડાંઓમાં જો લોકો રસી લેવાની ના પાડે તો તેમને શાંતિથી બેસીને સમજાવે છે અને કોરોના સામેની જંગમાં લોકોને રસીકરણથી જ જીત મેળવી શકાશે અને રસી લેવાથી કોઇ નુકસાન નથી ઉપરથી ફાયદો જ છે.
ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોનનો ખતરો તોડાઇ રહ્યો છે અને સંભવત ત્રીજી લહેરની પણ આશંકાઓ સેવાઇ રહી છે એવામાં વેક્સિનેશન જ એક માત્ર રામબાણ ઇલાજ છે. ત્યારે રાજયના નાગરિકોને કોરોના સામે રક્ષણ પૂરૂં પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ તાલુકાના સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોધીકા સબસેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અસ્મિતાબેન કોલડીયા વેક્સિનેશનની કામગીરી સાથે સંકળાયેલા છે અને તેમણે 6 માસની દીકરી છે. જેના ઉછેરની જવાબદારી અસ્મિતાબેનના શિરે છે. પોતાની આ અંગત જવાબદારીની પરવા કર્યા વગર જાહેર જનતાની સુખાકારીને પ્રથમ પ્રાથમિકતા આપતાં અસ્મિતાબેન પોતાના સંતાનને સાથે લઇને ગામે-ગામ કોરોના વિરોધી રસી મુકવા જાય છે. માત્ર છ જ માસના સંતાનની સુરક્ષાની તમામ સંભાળ લઇને અસ્મિતાબેન પોતાની કામગીરી બજાવે છે.