સટ્ટાનો (Betting) લકી નંબર (Lucky Number) લેવા માટે આરોપીએ પૂજારીને (Priest) 21 હજારનો મોબઈલ અને 51 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ નંબર ન આવતા આક્રોશમાં આવીને આરોપીએ પૂજારીને પતાવી દીધા.
વીજળીના તારથી હવે ઈંટરનેટ ઘરે ઘરે પહોંચાડાશે
ઉત્તર પ્રદેશમાં પૂજારીની હત્યા કેસમાં પોલીસને મોટો ખુલાસો કર્યો છે. પૂજારીએ લોટરી માટે આપેલો નંબર લોટરીમાં ન આવતા આરોપીએ હત્યા કરી કાઢી હતી. લોટરીનો નંબર નક્કી કરવા માટે 21 હજારનો ફોન અને 51 હજાર રોકડા રૂપિયા પણ આપ્યા હતા.
બિજનોરના નાંગલમાં 12 ડિસેમ્બરએ મહાકાળી મંદિરના પૂજારીની હત્યા થઈ હતી. જેમાં લાંબી તપાસ બાદ પૂજારીની હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અને હત્યા કરવા પાછળનું કારણ પણ શોધી કાઢ્યુ છે. હત્યા બિજનૌર શહેરના જિશાન નામના વ્યક્તિએ દંડા મારીને કરી હતી. પૂજારી રામદાર ગિરિ લોકોને સટ્ટા માટે લકી નંબર આપતા હતા.
સટ્ટાનો લકી નંબર લેવા માટે જિશાને પૂજારી પાછળ ઘણો ખર્ચ કર્યો હતો. 21 હજાર રૂપિયાનો મોબાઈલ અને 51 હજાર રૂપિયા રોકડા પૂજારી રામદાસના હાથમાં આપ્યા હતા. બાબાએ આટલુ કર્યા બાદ જિશાનને લકી નંબર પણ આપ્યો હતો. પરંતુ લોટરીમાં તે નંબર આવ્યો નહી. બસ આ જ બાબતે ગુસ્સેથી ધુંઆપૂઆ જિશાને બપોરના સમયે પૂજારીને ફોન કર્યો અને બંન્ને વચ્ચે ફોન પર જ બોલાચાલી શરૂ થઈ ગઈ.
ફોન પૂરો થયો અને જિશાન બાબાના આશ્રમે પહોંચ્યો. ત્યાં જઈને પણ તેને બોલાચાલી શરૂ કરી. અંતે રામદાસના માથા પર દંડાથી હુમલો કરી દીધો. જેના કારણે બાબાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ. પોલીસે જિશાનના ફોનને ટેક્નિકલ સર્વેલન્સ પર રાખતા મંડાવર ચાર રસ્તાથી પકડી પાડ્યો છે.
પૂછપરછમાં સામે આવ્યુ છે કે જિશાનને સટ્ટામાં 5 લાખ રૂપિયાની નુકસાની આવી ગઈ છે. બાબા તેને લકી નંબર આપવાની લાલચ આપીને તેના પાસેથી પૈસા પાડવાવાનો આરોપ પણ જીસાને લગાવી રહ્યો છે. જો કે પોલીસે આરોપીને હત્યાની કલમો લગાવીને ધરપકડ કરી લીધો છે.