ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને બીજી વખત જીતાડવા માટે સૂરતના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે. વેપારી માત્ર ભાજપનો પ્રચાર જ નહી કરે પણ પૂર્વ અને પશ્ચિમ યુપીમાં મહિલાઓને દરેક લોટમાં 1200 સાડી મફત આપશે. આશરે 1 લાખ સાડી મોકલવામાં આવશે અને 50 લાખ સાડીનો કેટલૉગ બનાવવામાં આવશે.
સાડી પર યોગી-મોદીની તસવીર
સૂરતના એક કાપડના વેપારીએ કહ્યુ કે જે રામને લાવ્યા છે અમે તેમણે ફરીથી લાવીશુ અને ઉત્તર પ્રદેશમાં ભગવો લહેરાવીશુ. સૂરતના વેપારી સાડી બનાવવાના નારા સાથે આવ્યા છે. સાડી પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે કમળની તસવીર લગાવીને ઉત્તર પ્રદેશમાં ભાજપનો પ્રચાર કરવામાં આવશે.
3ડી પ્રિન્ટ બનશે અને ડિઝિટલ પ્રિન્ટની સાડી
કાપડના વેપારી લલિત શર્માએ કહ્યુ કે 1 લાખ સાડી મોકલવામાં આવશે, જેનો પુરો શ્રેય ભાજપ અને નરેન્દ્ર મોદીને જાય છે. માટે એક વખત ફરી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર માટે સૂરતથી ઓર્ડર પર 3ડી પ્રિન્ટ અને ડિઝિટલ પ્રિન્ટની સાડી બનાવવામાં આવશે જેને યૂપી મોકલાશે. અન્ય સમુદાયોની મહિલાઓને દરેક લોટમાં 1200 સાડી મફત આપવામાં આવશે.