યુપીના હાપુડમાં ગેરકાયદે ચાલતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 12 લોકોના મોત થયા છે. આગમાં 20થી વધુ લોકો દાઝ્યા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉત્તરપ્રદેશની હાપુડમાં UPSIDCની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 12 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધારે કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા છે. ગેરકાયદે ચાલતી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ફેક્ટરી માટે વીજળી બનાવવાનું લાયસન્સ લીધુ હતુ અને તેમાં ગેરકાયદે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ફેક્ટરીમાં પ્લાસ્ટિકની બંદૂક અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા વિસ્ફોટક બનાવવામાં આવતો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસની ફેક્ટરીના પતરાની છત ઉડી ગઈ હતી.
ઘટના સ્થળે પહોંચેલા આઈજી પ્રવીણ કુમારે જણાવ્યુ કે, ફેક્ટરીમાં ઈલેક્ટ્રોનિક્સ સાધનો બનાવવા માટે લાયસન્સ લીધુ હતુ. પરંતુ અહિં ગેરકાયદે ફાટકડા બનાવવામાં આવતા હોવાની વાત સામે આવી છે. શરતોનું જે ઉલ્લંઘન થયું છે તેની તપાસ કરવામાં આવશે અને જે દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. CM યોગી આદિત્યનાથે હાપુડમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે દુખ વ્યક્ત કર્યું હતુ.