ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરનારા કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે, હું રાજકારણમાં આવવા માટે તૈયાર છું, માત્ર પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી હા પાડે તેની રાહ જોઈ રહ્યો છું.
એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, પ્રિયંકાની સુરક્ષાની મને ચિંતા છે. તેમની સિક્યુરિટી હટાવી લેવામાં આવી છે અને મારા બાળકો મને પૂછતા હોય છે કે, મમ્મી ઠીક છે ને, આખો દેશ પ્રિયંકા તરફ જોઈ રહ્યો છે. દેશને આવી નિડર મહિલાની જરુર છે.
રોબર્ટ વાડ્રાએ કહ્યુ હતુ કે, આ સરકાર મને ગમે તેટલી હેરાન કરે પણ મને કોઈનો ડર નથી. હું દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છું. જો પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને લાગતુ હોય કે મારે કોઈ ચોક્કસ જગ્યાએથી ચૂંટણી લડવી જોઈએ તો હું તેના માટે વિચાર કરવા તૈયાર છું. વાડ્રાએ કહ્યુ હતુ કે, ધર્મને રાજકારણથી દુર રાખવાની જરુર છે.લોકોના મુદ્દાઓ પર ધ્યાન આપવુ જોઈએ.