spot_img

Realme થી OnePlus સુધી, આ 5 સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ

Upcoming Smartphones in November: નવેમ્બર મહિનામાં ભારતીય બજારમાં આ 5 નવાં સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે, જેમાંથી કેટલાક આજે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

OnePlus Nord N300 ગયા અઠવાડિયે વૈશ્વિક બજારમાં રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં HD+ ડિસ્પ્લે, રિફ્રેશ રેટ, MediaTek Dimensity 810 પ્રોસેસર, 4GB RAM અને 64GB સ્ટોરેજ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48MP કેમેરા આપવામાં આવ્યો છે. ફોનની બેટરી 5,000mAhની છે. તેને ભારતમાં નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Realme એ પુષ્ટિ કરી છે કે તે આગામી નવેમ્બરમાં Realme 10 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં, કંપનીએ લોન્ચની તારીખ જાહેર કરી નથી. જો કે લીક્સની વાત માનીએ તો તે 5 નવેમ્બરે લોન્ચ થઈ શકે છે. આ સીરીઝ હેઠળ ઘણા ફોન લોન્ચ થઈ શકે છે.

Infinix ZERO ULTRA 5G ફોન તાજેતરમાં BIS વેબસાઇટ પર જોવા મળ્યો હતો, જે તેના ભારતમાં લોન્ચની પુષ્ટિ કરે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો 200MP કેમેરા અને 180W ફાસ્ટ ચાર્જિંગ છે. અનુમાન છે કે આ સ્માર્ટફોન નવેમ્બરમાં લોન્ચ થઈ શકે છે.

Redmi Note 12 સિરીઝ તાજેતરમાં ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેને ભારતમાં આવતા મહિને નવેમ્બરમાં રજૂ કરવામાં આવી શકે છે. આ શ્રેણીમાં ચાર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં Redmi Note 12 5G, Redmi Note 12 Pro, Redmi Note 12 Pro Explorer Edition અને Redmi Note 12 Pro+નો સમાવેશ થાય છે.

Nokia G60 5G: નોકિયાએ ભારતમાં તેનો નવો હેન્ડસેટ Nokia G60 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ઉપકરણની પાછળની પેનલ બતાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઈસ આવતા મહિને નવેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. ફોનમાં 120Hz ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 695 ચિપસેટ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 4500mAh બેટરી આપી શકાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles