ક્રિપ્ટોકરન્સી આગામી ફ્યૂચર છે અને ઘણા બધા લોકો ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ત્યારે એને ધ્યાનમાં રાખીને WhatsApp દ્વારા ક્રિપ્ટોકરન્સી પેમેન્ટનું પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી WhatsApp દ્વારા ક્રિપ્ટોકરન્સીનું ટ્રાન્જેક્શન કરી શકાશે. હાલમાં આ પાયલટ પ્રોજેક્ટ ટ્રાયલ બેઝ પર છે અને લીમીટેડ યુઝર્સ માટે WhatsApp દ્વારા રોલ આઉટ કરવામાં આવ્યો છે. જેમાં ચેટ્સમાં જ ક્રિપ્ટોકરન્સીનો ઓપ્શન આપવામાં આવ્યો છે, જેની માટે કંપની દ્વારા Metaના Novi પ્લેટફોર્મ ઉપયોગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેસબુક દ્વારા ટેસ્ટિંગ માટે Novi ડિજીટલ વોલેટને મહિના પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું.
WhatsAppના સીઇઓ વીલ કૈથકોર્ટે WhatsApp પર આ નવા પાયલટ ફીચર્સની જાહેરાત કરી છે. જેમાં ક્રિપ્ટોકરન્સીને સેન્ડ કરવું એટલું જ નોર્મલ રહેશે જેટલું WhatsApp દ્વારા બીજા ડાટા સેન્ડ કરવાનું છે. જેમ કે આપણે કોઇ પણ વ્યક્તિને ફોટોસ કે વીડિયો સેન્ડ કરીએ છીએ એવી જ રીતે ક્રિપ્ટોકરન્સીને એટલી જ સરળતાથી સેન્ડ કરી શકાશે. હાલમાં આ ફિચર્સને પાયલટ તરીકે માત્ર અમેરિકામાં જ લોન્ચ કરવામાં આવ્યું છે અને આ એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે હશે. ક્રિપ્ટોકરન્સી સેન્ડ કરવા માટે યુઝર્સને ચેટમાં પેપર ક્લિક આઇકોન પર ટેપ કરવાનું રહેશે અને પેમેન્ટ સિલેક્ટ કરવાનું રહશે. WhatsAppમાં આપવમાં આવેલા આ ફીચર્સ દ્વારા સેન્ડ કરવામાં આવેલ ક્રિપ્ટો પર કોઇ એક્સટ્રા ચાર્જિસ લેવામાં આવશે નહીં. સાથે જ Novi વોલેટમાં ક્રિપ્ટોને રાખવા પર કોઇ ચાર્જ વસુલ કરવામાં આવશે નહીં. સાથે ક્રિપ્ટો સેન્ડ કે રિસીવ કરવા માટે કોઇ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે ફેસબુકે થોડા મહિનાઓ પહેલાં જ ક્રિપ્ટોને લઇન કામ કરવાની શરૂઆત કરી હતી. આ સાથે જ કંપનીએ Calibraની પણ જાહેરાત કરી હતી, જો WhatsAppબાદ કંપની તેના બીજા પ્લેફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ક્રિપ્ટોનું ફીચર્સ આપી શકે છે.