Utpanna Ekadashi Puja Vidhi: માગશર મહિનાનાં કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવાય છે. આ દિવસે વ્રત કરનારાઓને આજીવન સુખ અને શાંતીની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ બાદ વિષ્ણુ લોકમાં સ્થાન મળે છે. આ વર્ષે ઉત્પન્ના એકાદશી 20 નવેમ્બરનાં આવશે. આ દિવસે લોકોનો ઉધ્ધાર કરનારી દેવીનો જન્મ થયો હતો. તેથી તેમનાં ભજન, કીર્તનનું આજનાં દિવસે વિશેષ મહત્વ છે
ઉત્પન્ના અગ્યારસની કથા :
સતયુગમાં મુર નામનો એક અસુરે વિજય પ્રાપ્ત કરી ઇન્દ્ર દેવ પાસેથી સ્વર્ગ છીનવી લીધુ. ત્યારે તમામ દેવતા ભગવાન શંકરનાં શરણમાં પહોંચ્યા અને તેમણે વિષ્ણુજીની પાસે જઇને સલાહ માંગી. દેવતાઓએ તેમની સમસ્યા વિષ્ણુજીને જણાવી અને તેઓ તરત જ દેવતાઓની સહાયતા કરવાં આગળ આવ્યાં. તેમણે ધનુષ બાણ ઉઠાવી અને ઘણાં બધા દાનવોનું વધ કરી દીધુ. પણ મુર નામનાં દાનવને તેઓ ન મારી શક્યા કારણમે કે તેને વરદાન હતું કે તે અજય રહેશે.
મુરનું વધ:
જ્યારે વિષ્ણુજી તેને મારી ન શક્યા તો મુર સાથેનું યુદ્ધ પડતું મુકી તેઓ બદ્રિકાશ્રમની ગુફામાં ચાલ્યા ગયા. જેમ મુરને આ વાતની જાણ થઇ તો તે ત્યાં વિષ્ણુ ભગવાનને મારવાં પહોંચી ગયો. આ સમયે વિષ્ણુજીનાં શરીરમાંથી એક કન્યાનો જન્મ થયો જેણે મુરનો સંહાર કર્યો. આ કન્યાએ વિષ્ણુજીને કહ્યું કે, તે તેમનાં શીરમાંથી જન્મેલી શક્તિ છે. જેનાંથી વિષ્ણુજી ખુબજ પ્રસન્ન થયાં. અને તેને વરદાન આપ્યું કે, તુ સંસારનાં માયાજાળમાં ફસાંયેલાં અને મોહવશમાં તેમને ભૂલી ગયેલાં મનુષ્યોને તેમનાં સુધી પરત લાવવાનું કામ કરીશ. તારી આરાધના કરનારા તમામ જીવો આજીવન સુખી રહેશે. અને મૃત્યુ બાદ તેમને વિષ્ણુલોકમાં સ્થાન મળશે. તો આ કન્યા એકાદશી થઇ. વર્ષમાં 24 અગ્યારસ આવે છે. જેમાં આ અગ્યારસનું વિશેષ મહત્વ છે. વિષ્ણુજીનાં શરીરથી ઉત્પન્ન થવાને કરાણે આ ઉતપન્ના એકાદશી તરીકે ઓળખાય છે.