દેશમાં હાલમાં તરૂણોનું વેક્સિનેશ ચાલી રહ્યું છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મિરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. તેમ છતાં હેલ્થકેર વર્કર પોતાની ફરજ નિભાવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરીને તરૂણોનું વેક્સિનેશન કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના ડોડા વિસ્તારમાં ભારે હિમ વર્ષાને કારણે ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે, તેમ છતા તમામ મુશ્કેલીઓનો સામનો કરીને હેલ્થ વર્કર્સ ગામમાં પહોંચીને તરૂણોનું વેક્સિનેશ કરી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં લોકો પણ કોરોના સામેની લડાઇમાં ભાગીદાર બની રહ્યા છે અને ઉત્સાહભેર વેક્સિનેશનમાં ભાગ લઇ રહ્યા છે.