નાની નાની બાબતોમાં હત્યાના કિસ્સાઓ વધવા લાગ્યા છે. વડોદરાના (Vadodra) માંજલપુર વિસ્તારમા આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં આજે આવી ઘટના સામે આવી. સોસાયટીમાં આવેલા બંગલામાં બપોરે એક મહિલાની હત્યા (kill) થઈ. સાસુની (Mother in Law) હત્યા તેમના જમાઈએ (Son in law) હથોડાના ઘા ઝિંકીને કરી. સસરાની હાજરીમાં સાસુની જમાઈએ હત્યા કરી બાદમાં પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અને કહ્યું કે સાસુની હથોડાની હત્યા કરી છે.
રાજકોટમાં મધમાખીઓએ કર્યો હુમલો, ચાર બાળકોનું જીવન બચાવી ખેડૂતે પોતાનો જીવ આપ્યો
માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં સવિતા પટેલ તેમના પતિત અને પુત્ર ગૌરવ સાથે રહેતા હતા. આજે સવારે તેમનો જમાઈ વિશાલ અમીન તેમના ઘરે અચાનક પહોંચ્યો. સાસુ કે સસરા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કર્યા સિવાય જ તેણે રસોડામાં પહોંડી સાસુની માથામાં હથોડો મારી હત્યા કરી નાંખી. ઘટના સમયે વિશાલના સસરા પણ ઘરમાં ઉપસ્થિત હતા. હત્યા કર્યા બાદ વિશાલ જાતે જ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. વિશાલના કપડાં પર લાગેલા લોહીના ડાઘ જોઈને સ્ટેશનમાં ઉપસ્થિત પોલીસ કર્મીઓ પણ એક સમય માટે ચોંકી ઉઠ્યા હતા. ત્યાં જઈને વિશાલે સ્વિકારી લીધુ કે મે મારી સાસુની હત્યા કરી નાંખી છે. વિશાલની કબુલાત બાદ પોલીસ ઘટના સ્થળે પોહચી અને કાર્યવાહી હાથ ધરી.
સાબરકાંઠાના કડિયાદરામાં 39મો નેત્ર-દંતયજ્ઞ કેમ્પ યોજાશે
જો કે વિશાલે તેના સાસુની હત્યા કયા કારણો સર કરી. ઉપરાંત હત્યા કરવા માટે હથોડો ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવા પોલીસે વિશાલ વિરૂદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનનમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોમાં તો એવી પણ ચર્ચા છે. સાસુ સવિતાબેન પટેલનો પુત્ર ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુને જમાઈ અને દીકરી સાથે પણ અણબનાવ શરૂ થયો હતો. જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપતા જમાઈ રોષે ભરાયો હતો. હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હત્યારા વિશાલ અમીન સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.