પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોલ લોકરના નારાને વડોદરાના ફતેહપુરામાં કુંભારવાડામાં રહેતા કારીગરો અથાગ પ્રયત્ન સાથે કરી કરી રહ્યા છે. વર્ષો પહેલાં કારીગરો આજ કામ કરતાં હતાં પણ દેખાવે સુંદર અને અલગ અલગ પ્રકારના ચાઈનીઝ ફટાકડાની રેસમાં કારીગરોનો ધંધો પડી ભાગ્યો. સાથે સાથે સ્વદેશી ફટાકડા ઉત્પાદન ખર્ચ પણ વધારે હતો અને વેચાણ ઓછુ હતુ જેનાથી કામકાજ બંધ થયુ હતુ. જો કે આ વર્ષે વોકલ ફોર લોકલના નારો લાગતાં જ કારીગરોમાં નવો જુસ્સો આવી ગયો અને ફટાકડા બનાવાની શરૂાત કરી
વડોદરાની એક NGOએ પ્રધાનમંત્રી મોદીના VOCAL FOR LOCAL ના નારા અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી ફરીથી સ્વદેશી માટીના ફટાકડાનું કામ ફરી શરૂ કરાવ્યું છે. કારીગરો વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં વિસ્તારમાં રહે છે, તમામ કારીગરો માટીના ફટાકડા બનાવવામાં ખૂબ જ નિષ્ણાંત છે. કારીગરો દાડમ, ચકરી, ફુલઝડી, રોશની જેવા વિવિધ પ્રકારના સ્વદેશી ફટાકડા બનાવતા હતા, જે બંધ થઈ ગયા હતા. પરંતુ, NGOએ તેમને મદદ કરી અને કારીગરોએ ફરીથી એ જ પ્રકારના માટીના ફટાકડા બનાવવાનું શરૂ કર્યું, અત્યારના કારીગરોના મતે તેમના પૂર્વજો પણ આ જ પ્રકારે દેશી ફટાકડા બનાવતા હતા અને તે સમયે લોકો હોંશે હોંશે ખરીદતા હતા. પરંતુ ચાઈનીઝ ફટાકડા આવ જવાથી છેલ્લા 20 થી 25 વર્ષથી આ ધંધા પડી ભાગ્યા હતા. પણ જ્યારથી સ્વદેશી અપનાવવાનો નારો આવ્યો છે ત્યારથી લોકો વધુ જુસ્સા સાથે સ્થાનિક લોકોની વસ્તઓ ખરીદી રહ્યા છે. કારીગરો પાસેથી અત્યારે ઘણાં લોકો સ્વદેશી ફટાકડા ખરીદીને લઈ જાય છે. જેનાથી તેમના પૂર્વજ જે ધંધો કરતાં હતા તેમાંથી તમેણે થોડી આવક મળવાની શરૂઆત થઈ ગઈ છે. તેમની આશા પણ છે તે આજ પ્રકારે અલગ અલગ તહેવારોમાં લોકો તેમના પાસેથી ખરીદી કરે તો તમને વડોદરા છોડી બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહી.
વડોદરામાં દેશી ફટાકડાના નામે સ્ટોર શરૂ કર્યો છે. અહીં તેનું વેચાણ થઈ રહ્યું છે. તેઓ કહે છે કે આ સ્વદેશી ફટાકડા બજારમાં મળતા સામાન્ય ફટાકડા કરતાં વધુ સુરક્ષિત છે. ઓછુ પ્રદૂષણ ફેલાવે છે અને ઉપરાંત માટીના બનેલા હોવાને કારણે તે ઈકો ફ્રેન્ડલી પણ છે. 6 માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે, લોકોમાં પણ માટીના ફટાકડા ને લઈ ઉત્સુકતા પણ જોવા મળી રહી છે, સામાન્ય ફટાકડા કરતા માટીના ફટાકડા સુરક્ષિત છે …70 કિલો નો વ્યક્તિ પણ માટીના ફટાકડા ઉપર ચાલે તો તે કોઠી તુટતી નથી એટલે કે સુરક્ષીત છે.. ફટાકડા એવા કે જે ફૂટશે ફાટશે નહીં, માટી ઉધોગને વેગ મળશે તો ઇકો ફ્રેન્ડલી દિવાળી પણ થશે, લોકો મોટી સંખ્યામાં માટીના ફટાકડા ખરીદવા પહોંચી રહ્યા છે.