દરેક વ્યક્તિ જીવનમા ખુશ રહેવા માંગે છે. સુખ-સુવિધાઓ ભર્યુ જીવન વિતાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. કેટલીક વખત લાખ પ્રયાસો છતા પણ જીવનમાં ધનની કમી રહે છે. ઘરમાં ધનનો અભાવ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં ધન સાથે જોડાયેલા કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. જાણો ઘરમાં કઇ વસ્તુ રાખવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
તુલસીનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઇએ. માન્યતા છે કે તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસીનો છોડની પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે.
માટીનો ઘડો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આર્થિક તંગીથી મુક્તિ મેળવવા માટે ઘરમાં માટીના ઘડામાં પાણી ભરીને ઉત્તર દિશામાં રાખવો જોઇએ. માન્યતા છે કે આવુ કરવાથી પૈસાની તંગી નથી થતી.
ક્રિસ્ટલ બૉલ
ઘરમાં ક્રિસ્ટલ બૉલ રાખવુ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના દરવાજા અથવા બારીની ઉપર લગાવવુ જોઇએ. માન્યતા છે કે આવુ કરવાથી ઘરમાં ધનનો અભાવ નથી થતો.
ધાતુનો કાચબો
ઘરમાં ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે કાચબાનું મુખ ઘરની અંદર તરફ હોવુ જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે.
હાથીનો સ્ચેચ્યૂ
હાથીનો સ્ટેચ્યૂ શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરમાં હાથીનું સ્ટેચ્યૂ અથવા હંસોના જોડાનું સ્ટેચ્યુ રાખવુ પણ શુભ માનવામાં આવે છે.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે આ દાવો નથી કરતા કે આ પૂર્ણ સત્ય અથવા સચોટ છે. તેને અપનાવ્યા પહેલા સબંધિત ક્ષેત્રના જાણકારોની સલાહ જરૂર લો.