spot_img

આ પાંચ ઉપાય ચોક્કસ દુર કરશે તમારા વાસ્તુદોષને, સાથે જ ઘરમાં લાવશે અનેક ઘણી ખૂશીઓ, જાણો એક ક્લિક પર

માનવીય જીવનમાં ઘણી વખત વાસ્તુ દોષ ખૂબ મોટો ભાગ ભજવતો હોય છે. ઘણી વખત પરિવારમાં ઝઘડા અને તણાવની સ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળે છે. આ પ્રકારના બદલાવથી માનવી ઘણો જ નિરાશ અને હતાશામાં ધકેલાતો જાય છે. માનવીય ભૂલોની સાથે ક્યારેક તેની પાછળ વાસ્તુ દોષની સમસ્યા પણ હોય છે, જેને આપણે ઓળખતા નથી. જો અચાનક કલહ અને તણાવની સ્થિતિ સર્જાય છે, કોઈ કારણ વગર વિવાદ શરૂ થઈ જાય છે, તો ક્યાંક આ વાસ્તુ દોષ હોઈ શકે છે. તેથી તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ.

  • ઘરમાં પંચમુખી દીવો પ્રગટાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાનજીની સામે પંચમુખી દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એટલું જ નહીં, અષ્ટગંધા પ્રગટાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

  • મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થિતિ ઠીક કરો

વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની તસવીર કે મૂર્તિ સામસામે ન લગાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મનભેદ વધે છે. તેની સાથે દેવતાની એકથી વધુ તસવીરો ન લગાવવી જોઈએ. આ પણ લડાઈનું કારણ બની જાય છે.

  • યોગ્ય રીતે પગરખાં રાખો

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય પણ પગરખાં અને ચપ્પલ અહીં-ત્યાં ન ફેંકવા જોઈએ. આમ કરવાથી ઘરનું વાતાવરણ બગડે છે અને પૈસાનો વ્યય થાય છે.

  • કેસરનો ઉપાય

પરિવારમાં ચાલી રહેલા વિવાદોને દૂર કરવા માટે પણ કેસરનો ઉપાય ફાયદાકારક છે. તેના માટે પાણીમાં એક ચપટી કેસર ભેળવીને સ્નાન કરો.

  • જો વિદ્યુત ઉપકરણો વારંવાર બગડે છે, તો તેને બદલો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલા ઉડી ગયેલા બલ્બને અશુભ માનવામાં આવે છે. એટલું જ નહીં વાસ્તુ અનુસાર ઘરના ખૂણામાં અંધારું હોવું પણ અશુભ છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં ખરાબ ઇલેક્ટ્રિકલ ઉપકરણો રાખવાથી ઘરમાં તણાવ વધી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles