બોલિવૂડમાં ઘણા દિવસોથી ચર્ચમાં રહેલા વિકી કૌશલ અને કેટરીના કેફના લગ્નને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે વિકી અને કેટરીના બંને વેડિંગ ડેસ્ટીનેશન રાજેસ્થાન માટે મુંબઇથી નિકળી ચુક્યા છે. વિકી કૌશલને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ કેટરીના પણ પોતાની માતા સાથે રાજસ્થાન માટે નિકળી ચુકી છે.
એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યાબાદ વિકી કૌશલે પૈપરાજીને હેન્ડ વેવ કરતા તેમનું અભિવાન કર્યું હતું. વિકી એરપોર્ટ પર પ્રિન્ટેડ શર્ટ અને બેઝ કલરના પેન્ટ્સમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ અભિનેત્રી કેટરીના કેફ ભારતીય ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. કેટરીના મસ્ટર્ડ રંગના હેવી વર્કવાળા શરારામાં જોવા મળી હતી.