spot_img

ઈઝરાયલમાં આવુ સ્વાગત જોઈ ભારતના વિદેશ મંત્રી વગાડવા લાગ્યા તાલીઓ

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર 3 દિવસની વિદેશ યાત્રા પર નિકળ્યા છે અત્યારે તેઓ ઈઝરાઈલમાં પહોંચ્યા છે. સોમવારે તેઓ જેવા ઈઝરાયલ પહોંચ્યા તો તેમના ડેલિગેશનું એવી રીતે સ્વાગત કરાયુ કે તેઓ ખુશ થઈ ગયા. તેમનુ સ્વાગત બોલીવૂડ બાદશાહ ગણાતા શાહરૂખ ખાનની ફિલ્મોના સોંગ થી કરાયુ. ઈઝરાઈલના સેન્ટર ફોર પર્સન્સ વીથ ડિસેબિલિટી તરફથી નક્કી કરાવામાં આવેલા કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા હતા જેમાં તેમના સ્વાગતમાં ” कल हो न हो” , “कुछ कुछ होता है ” ના ફિલ્મના સોંગ ગાઈને તેમનુ સ્વાગત કરાયુ. મેનાશે સમાજની એક દિવ્યાંગ ભારતીય યહુદી યુવતીએ આ આ સોંગ ગાયુ હતુ, જેવુ સોંગ પૂરૂ થયુ કે તરત જ વિદેશ મંત્રીએ તાલિઓ વગાડીને બેંટનું સ્વાગત કર્યુ હતુ. આટલા જબરજસ્ત સ્વાગત બાદ ખુદ વિદેશ મંત્રી પણ ભાવુક થઈ ગયા હતા.

ઈઝરાયલના વિદેશમંત્રી યાર લેપિડને શાલ્વા સેંટરમાં વિદેશ મંત્રી જયશંકર માટે લંચનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સેંટર ખાસ દિવ્યાંગ લોકોની સારસંભાળ રાખવા માટે બનાવાયો છે. ઈઝરાયલમાં રહેતા મેનાશે સમુદાયની મુળ લોકો મણિપુર અને મિઝોરમ સાથે જોડાયેલા છે ઈઝરાયલમાં તેમણે બેનઈ મેનાશે સમાજના લોકો તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયના લોકોને પણ પોતાની જાતને ઈઝરાઈલી સાબિત કરવા માટે લાંબો સમય સુધી સંઘર્ણ કરવો પડ્યો હતો.

આ સમાજના લોકોને ઘણાં વર્ષો સુધી ઈઝરાઈલ સમક્ષ અપીલ કરતાં રહેવુ પડ્યુ હતુ કે તેઓ એ 10 કબિલામાંના એક કબીલો છે જે ઈઝરાઈલથી અલગ પડી ગયા હતા. જો કે બાદમાં સેફારડિક યહુદિઓના મુખ્ય શલોમો અમારને મેનાશે સમાજના લોકોને પણ ઈઝરાયલના હોવાનું માની લીધુ હતુ. અને કહ્યુ હતુ કે આ યહુદીઓ પણ ઈઝરાયલમાં જ્યારે ઈચ્છા હોય ત્યારે પોતે આવી શકે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles