સુરત શહેરમાં કાયદાનો સરેઆમ ભંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ થવાનો સિલસીલો યથાવત રહ્યો છે, જે અંતર્ગત વધુ એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયો અડાજણ અને નાનપુરાને જોડતા તાપી નદી પરના મક્કાઇ પુલ પરનો છે. રાત્રી દરમિયાન કરફ્યૂ સમયમાં ફૂટાકડા ફોડવાની સાથે ફૂટપાથની દિવાલ પર મુકેલી એક સાથે છ થી સાત કેક તલવાર વડે કાપી બે હાથ ઉંચા કરતો નજરે પડી રહ્યો છે. વિડીયો વાયરલ થતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસે વિડીયોમાં નજરે પડી રહેલા યુવાનની શોધખોળ હાથ ધરી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.