હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુજરાતની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી સરીતા ગાયકવાડ ખેતરમાં ડાંગર કાપી રહી છે. સરીતા ગાયકવાડે આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ પણ સામાન્ય ખેડૂત પરિવારની દીકરીની જેમ ખેતરમાં ડાંગરની કાપણી કરતી દેખાઇ રહી છે. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવા બદલ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં Dy.SP તરીકે વિષેશ નિયુક્ત થઈ છે, છતાં સામન્ય મહિલાની જેમ ખેતરમાં કામ કરતી જોવા મળે છે.
ઉલ્લેખનિય છે કે ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ સરિતા ગાયકવાડનો આ વીડિયો વાયરલ થયો છે. ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના લોકોએ વખાણ કર્યાં છે. સામાન્ય ખેડૂત પરિવારની દિકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરતા દેખાયા છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4×400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં Dy.SP તરીકે નિમણૂક આપી હતી.