1લી નવેમ્બરના રોજ દેશ અને દુનિયામાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ ખાસ પ્રસંગે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉપલેટા ખાતે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે આયોજીત ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયા રૂપિયા ઉડાડતા જોવા મળ્યા હતા.
હાલમાં લલીત વસોયાનો રૂપિયા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે લલીત વસોયા ડાયરાના કલાકરો ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. તો ઘણા લોકોઓ આ વીડોયોને પસંદ કરી રહ્યા છે તો ઘણા લોકો વીડિયોને લઇને તેમની ટિકાઓ કરી રહ્યા છે. ઉલ્લેખયી છે કે આ વીડિયો લેઉઆ પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આયોજીત ડાયરાનો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.