આપણી આસપાસથી કે આપણી નજર આગળથી સાપ જાય તો પણ ભલભલાના પરસેવા છુટી જાય છે. એમાં પણ જો કિંગ કોબ્રા આવી જાય તો પગ ઢીલા થઈ જાય. કિંગ કોબ્રા દુનિયાના ઝેરીલા સાપમાંથી એક માનવામાં આવે છે. કોબ્રા એક ડંખ મારી દે તો પળભરમાં વ્યક્તિનું મોત થઈ જાય છે.
View this post on Instagram
ત્યારે કિંગ કોબ્રા સાથે એક વ્યક્તિનો હેરાન કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં બ્લેક નેક સ્પિટિંગ કોબ્રાને વ્યક્તિ કાચના ગ્લાસમાં પાણી પીવડાવી રહ્યો છે. વીડિયો જોઈને લોકોના મોં માંથી બાપ રે જેવા શબ્દો અવશ્ય નિકળી જાય છે. આશ્ચર્યચકિત કરીદે તેવો વીડિયો royal_pythan_નામ ના Instagram એકાઉન્ટ પર મુકવામાં આવ્યો છે. એકાઉન્ટમાં તમામ પ્રકારના સરીસૃપ જીવોના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. 6 દિવસ પહેલાં શેર કરવામાં આવેલા વીડિયો સાથે કેપ્શન લખાયુ છે કે તરસ્યો સ્પિટિંગ કોબ્રા ગ્લાસમાં પાણી પી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ કરતાંથી પણ વધુ વ્યુ મળ્યા છે.