બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ ખાતે 173મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. આજથી 173 વર્ષ પહેલા ગોપાળાનંદ સ્વામી દ્વારા સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. જેને લઈ દર વર્ષ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી મંદિરમાં વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે શણગાર આરતી કરવામાં આવી. તેમજ મારૂતિ યજ્ઞ, પૂજન, અભિષેક અને દાદાની છડીનો અભિષેક કરવામાં આવ્યો હતો. દાદાને હરિભક્તો દ્વારા એક લાખથી વધુ હીરાજડિત વાઘા અપર્ણ કરવામાં આવ્યા.