તાપી જિલ્લાના સોનગઢમાં માથાભારે તત્વોના આતંકથી લોકો પરેશાન છે, અહીં માથાભારે તત્વો દ્વારા દુકાનદાર પર કરેલા ઘાતકી હુમલાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. ત્યારે ઘાતકી હુમલાનો વીડિયો સોનગઢના તાપી કોમ્પ્લેક્સમાં આવેલા રજવાડી કેફેનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માથાભારે અસામાજીક તત્વો દ્વારા દુકાનદારને જીવલેણ ફટકા મારવામાં આવ્યા છે.